નીતા અંબાણીએ પરંપરાગત ભારતીય 108 હસ્તકળાને આધાર આપતા સ્વદેશ બઝારની મુલાકાત લીધી

ઉદેપુર : નીતા અંબાણીના સુપુત્રી ઇશા અંબાણીના આનંદ પિરામલ સાથે લગ્નના પ્રિ-વેડિંગ કાર્યક્રમોની શ્રેણીના એક મુખ્ય કાર્યક્રમના ભાગ રૂપે યોજાયેલા સ્વદેશ બઝારની નીતા અંબાણી કે, જેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપરસન પણ છે, તેમણે ઇશા અંબાણીની સાથે મુલાકાત લીધી. સ્વદેશ બઝાર ભારતની પરંપરાગત 108 હસ્તકળા અને કળા રૂપોનું એક ભવ્ય પ્રદર્શન છે જે પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સ્વદેશ બઝાર એ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલો એક વિશિષ્ટ વિચાર છે જે પરંપરાગત ભારતીય કારીગરોની કળાને પ્રોત્સાહન આપે છે, તેમાં પણ ખાસ કરીને એવી કળાઓ કે, જેમનું સંવર્ધન અને પુનઃજીવન આવશ્યક છે. રિલાયન્સ ફાઉન્ડેશન આ કળાઓ અને હસ્તકળાઓને વર્ષોથી સહાય કરી રહ્યું છે અને ભવિષ્યમાં સ્વદેશ બઝારના ઉદ્દેશને વધુ મોટા પાયે અને વધુ સાતત્યપણે વધુ વ્યાપક અને વધુ ઉંડો આધાર આપવાનું લક્ષ્ય ધરાવે છે.

કુશળ કારીગરોએ તેમની કળા રજૂ કરી હતી અને તેઓ આ પરંપરાગત હસ્તકળાઓને હજુ પણ જીવંત રાખી રહ્યા છે. સમગ્ર પ્રદર્શને વેપાર અને કળાની દુનિયા તેમજ સમાજના ભિન્ન વર્ગમાંથી આવેલા નિષ્ણાતો અને કેટલાક પ્રભાવશાળી દિગ્ગજોમાં ખાસુ આકર્ષણ જણાવ્યું હતું અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને ભારતીય સાંસ્કૃતિક વારસાનો તાદૃશ અનુભવ કરાવ્યો હતો.

કસબી પરિવારો, મુખ્ય કલાકારો અને મહિલાઓએ તેમની સ્વદેશી ટેકનિક અને પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી હતી જેમાં પશ્ચિમ બંગાળની જમ્દાની, ગુજરાતના પટોળા, કાશ્મીરના પશ્મિના કની, કોટનું વણાટકામ, મધ્યપ્રદેશનું ચંદેરી અને મહેશ્વરી વણાટકામ, આસામના મેખલા ચાદોર વગેરેનો સમાવેશ થાય છે.

પ્રદર્શનમાં હાથથી કરેલું જટીલ ભરત-ગુંથણકામ પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળનું કાન્થા, હિમાચલ પ્રદેશનું ચંબા રુમાલ, બિહારની સુજુની એમ્બ્રોઇડરી, પારસી સમુદાયની ગારા એમ્બ્રોઇડરી, ક્રોશેટ, કાશ્મીરની કાશીદકારી, કચ્છનું ભરતકામ, પંજાબની ફુલકારી અને રાજસ્થાનની ગોટા પટ્ટીનો સમાવેશ થાય છે.

પ્રદર્શનમાં વિશ્વ વિખ્યાત કાંજીવરમ, ચીકનકારી, બાંધેજ અને લહેરિયા ઉપરાંત બગરુ ડાબુ, બાઘ, કાલમકરી અને અજરાકના પ્રિન્ટેડ ફેબ્રિક્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સ્વદેશ બઝાર પરંપરાગત ભારતીય હસ્તકળાની સુંદરતાને રજૂ કરે છે જેને રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી નિસ્વાર્થ સહાય કરી રહી છે.

સ્વદેશ બઝાર એક વિશિષ્ટ પ્રદર્શન છે જે ભારતના હજારો કારીગરોને આજીવિકા પૂરી પાડવા ઉપરાંત દેશના ખૂણેખૂણામાંથી દુર્લભ કળાને લોકોના રસ, સરાહના અને સહકાર માટે રજૂ કરવાની તક આપે છે

 રિલાયન્સ ફાઉન્ડેશન અંગેઃ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરોપકાર કાર્યો કરતી પાંખ રિલાયન્સ ફાઉન્ડેશન નવીનતમ અને સાતત્યપૂર્ણ ઉકેલો મારફતે દેશના વિકાસ પડકારોને પાર પાડવામાં ઉદ્વીપકની ભૂમિકા ભજવવાનું લક્ષ્ય ધરાવે છે. સ્થાપક અને ચેરપરસન નીતા અંબાણીના નેતૃત્વવાળુ રિલાયન્સ ફાઉન્ડેશન સર્વ માટે એકંદર સુખાકારી અને વધુ ઉચ્ચ ગુણવત્તાવાળુ જીવન સુનિશ્ચિત કરવા માટે પરિવર્તનશીલ ફેરફારો સરળ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. ભારતની સૌથી મોટી સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતું રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમતગમત, આફત પ્રતિભાવ, શહેરી નવીનીકરણ અને કળા, સંસ્કૃતિ અને વારસાના ક્ષેત્રમાં દેશના પડકારોને પાર પડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશને દેશના 13,500થી વધુ ગામડા અને કેટલાક શહેરી સ્થળોએ કુલ 2 કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ કર્યો છે.

error: Content is protected !!