ડીજીપીના નામ અંગે હજુ ચૂંટણી પંચે પુષ્ટિ કરી નથી: સીઇઓ બી.બી.સ્વાઈન

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતના આગામી ડીજીપીના નામના રહસ્ય અંગે મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વાઇને આજે (ગુરુવારે) કહ્યું હતું કે, હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને આપવામાં આવેલા ત્રણ વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓની એક પેનલના નિર્ણય માટે ચૂંટણી પંચને નામ મોકલવામાં આવ્યા છે અને આ અંગે હજુ સુધી રાહ જોવાઈ રહી છે. ચૂંટણી પંચ કોઈ પુષ્ટિ કરી નથી.

તેમણે કહ્યું હતું કે, પ્રક્રિયા મુજબ અમારા દ્વારા 3 નામોની પેનલ ચૂંટણી પંચને મોકલવામાં આવી છે. પરંતુ અમને હજુ આ અંગે કોઈ માહિતી મળી નથી. કેટલીક ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચાર અપરિપક્વ લાગે છે. કારણ કે, અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી.’

1983 બેચના આઈપીએસ અધિકારી પ્રમોદ કુમાર (ડીજીપી-સિવિલ ડિફેન્સ)ની નિમણૂક અંગે સામે આવેલા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા સ્વાઈને આ માહિતી આપી હતી. આજે નિવૃત થતા વર્તમાન ડીજીપી ગીતા જોહરીના સ્થાને તેમની નિમણુંક કરવામાં આવી હોવાની ચર્ચા ફેલાઈ હતી. ગીતા જોહરી 1982 બેચના આઈપીએસ અધિકારી છે. જેણે આ વર્ષે એપ્રિલમાં પી.પી.પાંડેના રાજીનામા બાદ સર્વોચ્ચ અદાલતની સૂચનાના આધારે ચાર્જ સંભાળ્યો હતો.

અન્ય બીજા મજબુત દાવેદારમાં શિવાનંદ ઝાનું નામ સામેલ હતું.

જોકે, સ્વાઈને પેનલમાં નામો અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર એવું જ કહ્યું હતું કે, તેમાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આચાર સંહિતા અને ચૂંટણી પ્રક્રિયાને કારણે રાજ્ય સરકાર આ બાબતે કોઈ નિર્ણય લઈ શકે નહીં.

error: Content is protected !!