રમઝાન મહિના દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સેના નહીં ચલાવે કોઈ ઓપરેશન: કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં ઓપરેશનને થોડાં સમય માટે થંભાવી દેવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ અંગેની માંગ કરી હોવાથી  કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 18 મેથી રમઝાનનાં પવિત્ર મહિનાની શરૂઆત થાય છે ત્યારે તેને ધ્યાનમાં રાખતા રમઝાન માસ દરમિયાન સેનાના ઓપરેશન રોકી દેવા માટે મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી.

ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવેલા  ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, ‘કોઇ પણ પ્રકારની આતંકીની સ્થિતિમાં આ શરત લાગુ નહીં થાય, જોકે સૂબામાં સેનાની કાર્યવાહી પર પૂરા રમઝાન દરમિયાન  ઢીલાશ વર્તવામાં આવશે.’

આ નિર્ણયનો મતલબ એ કે, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય તો લોકોની સુરક્ષા માટે સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ રમઝાન માસ દરમિયાન સ્થાનીય કાર્યવાહીઓમાં થોડી ઢીલાશ જરૂર રહેશે. આ નિર્ણયનાં આધારે રમઝાનનાં પવિત્ર મહિનામાં ઇન્સાનિયત પોતાનો ખોટો રસ્તો છોડીને સાચો રસ્તો અપનાવે તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!