અમદાવાદ: રિન્યુઅલ અને ડૂપ્લિકેટ લાઈસન્સ માટે આરટીઓમાં એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર રહેશે નહીં

અમદાવાદ: અમદાવાદ આરટીઓમાં ચાલતી એપોઈન્ટમેન્ટ પ્રથા રદ્દ કરવાનો આરટીઓએ નિર્ણય લીધા બાદ હવે રિન્યુઅલ અને ડૂપ્લિકેટ લાઈસન્સ માટે પણ એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર રહેશે નહીં. આ નિર્ણય ક્યાંરથી અમલમાં આવશે તે મુદ્દે આરટીઓ ટૂંક સમયમાં જાહેરાત કરશે. જોકે, જ્યારે નવા લાઈસન્સ માટે એપોઈન્ટમેન્ટ પ્રથા રાબેતા મુજબની રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અગાઉ એપોઈન્ટમેન્ટ પ્રથા ન હતી ત્યારે આરટીઓમાં મોટી લાઈનો લાગતી હતી. અને લોકોના હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ફરી અપોઇન્મેન્ટ પ્રથા રદ્દ કરવામાં આવી છે ત્યારે ફરી આરટીઓ કચેરી પર લાંબી કતારોમાં ઉભું રહેવું પડેશે, તે બાબત લોકોમાં ચિંતા ઉપજાવી રહી છે.

માત્ર નવા લાઈસન્સ માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે, જેમાં અરજદારે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે. જ્યારે અરજદારે રિન્યુઅલ અને ડૂપ્લિકેટ લાઈસન્સ માટે પોતાના ડોક્યુમેન્ટ સાથે આરટીઓ જઈને (આરટીઓના સમય પ્રમાણે) એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. અરજદારોને હવેથી એપોઈન્ટમેન્ટ લેવી પડશે નહીં.

error: Content is protected !!