25મી જાન્યુઆરીએ પદ્માવતની સ્ક્રીનિંગ નહીં: ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન

અમદાવાદ, દેશગુજરાત: : ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશને 25 મી જાન્યુઆરીના રોજ પદ્માવત  ફિલ્મની સ્ક્રીનીંગ નહીં કરવાનો અંતિમ નિર્ણય લીધો છે.

શહેરના એસ.જી.હાઇવે પર વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સની માલિકી ધરાવતા એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે કહ્યું હતું કે, ફિલ્મની સ્ક્રીનીંગ ન કરવા માટે સુરક્ષાના કારણો જવાબદાર છે. સરકારે મલ્ટિપ્લેક્સ અને થિયેટરો માટે પૂરતી સલામતીની ખાતરી આપી હોવા છતાં, અમદાવાદમાં ત્રણ મલ્ટિપ્લેક્સિસની હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. રાજહંસ સિનેમામાં હિંસાના અન્ય એક બનાવને ગયા સપ્તાહે સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે, સરકારના સુરક્ષાના દાવા પોકળ છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે કહ્યું હતું કે, પોલીસ સુરક્ષા બહારની સાઈડ હશે. પરંતુ જો વિરોધીઓ ટિકિટ ખરીદી સિનેમા હોલની અંદર હિંસા કરશે તો શું? તેમણે ઉમેર્યું કે, જો કોઈ વ્યક્તિ સ્વયંને સળગાવવાનો પ્રયાસ કરે તો શું કરીશું? (ભૂતકાળમાં જામનગરમાં ફિલ્મ ફનાના કિસ્સામાં થયું હતું તે રીતે).

પીવીઆર મલ્ટિપ્લેક્સિસની રાષ્ટ્રીય સાંકળે અલગ નિવેદનમાં જાહેરાત કરી છે કે, તે તેની અમદાવાદ સ્થિત મલ્ટિપ્લેક્સમાં પદ્માવત રીલીઝ કરશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે (મંગળવારે) થલતેજમાં આવેલા એક્રોપોલીસ મોલમાં સ્થિત પીવીઆર મલ્ટિપ્લેક્સની બહાર હિંસા શરૂ થઈ હતી. પી.વી.આર. મલ્ટિપ્લેક્સની બહાર રાજપૂત સમુદાયની સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાંથી હિંસાનો પ્રારંભ થયો હતો. જ્યારે ગુજરાત અને કોઈ અન્ય રાજ્ય સરકારે પદ્માવતની રીલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં ફિલ્મને રીલીઝ કરવા માટે  મંજૂરી આપી હતી.

error: Content is protected !!