ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મંગળવારથી ઉમેદવારી નોંધાવવાનુ શરૂ થશે

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામાના મુદ્દા સાથે ઉમેદવારી નોંધાવવાની  પ્રક્રિયા 14 નવેમ્બર મંગળવારથી શરૂ થશે.

મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વાઇનના કહેવા મુજબ,  9 ડિસેમ્બરે યોજાનારી  પ્રથમ તબક્કાની ચુંટણીનું  જાહેરનામું 14મી નવેમ્બર મંગળવારે જારી કરવામાં આવશે, જેની સાથે જ ઉમેદવારી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 21 નવેમ્બર રહેશે. ઉમેદવારી ફોર્મ ચકાસણી માટેની તારીખ 22 નવેમ્બર રહેશે. 24 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો (કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ) મતદાન યોજાશે.

મંગળવારથી જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતી હોવા છતાં શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ સહિતના અગ્રણી રાજકીય પક્ષોમાંથી કોઈએ ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરી નથી. માત્ર આમ આદમી પાર્ટી (આપ) જે ગુજરાતમાં બિન-પક્ષકાર છે, જેનો છેલ્લી લોકસભા ચૂંટણીમાં અપમાનજનક  પરાજય હતો તેણે તેના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસ અને ભાજપ ટૂંક સમયમાં જ પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. આ જોડાણમાં ભાજપના મધ્ય સંસદીય બોર્ડની બેઠક 15 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે જી.પી.સી.સી. પ્રમુખ ભરત સોલંકીએ દાવો કર્યો છે કે 18 નવેમ્બરે કોંગ્રેસના લગભગ 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાત (અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર) ના બાકીના 14 જિલ્લાના 93 મતદારક્ષેત્ર પર મતદાન યોજાશે.

બીજા તબક્કા માટેની સૂચના 20 મી નવેમ્બરે આપવામાં આવશે, જેની સાથે જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર રહેશે. ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ 28મી નવેમ્બર રહેશે જ્યારે 30 નવેમ્બર સુધીમાં ઉમેદવારી  પાછી ખેંચી શકાશે. કુલ 4.33 કરોડ મતદારોમાંથી 2.11 કરોડ મતદારો પ્રથમ તબક્કામાં રહેશે જ્યારે બાકીના 2.21 કરોડ બીજા તબક્કામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતોની ગણતરી 18મી ડિસેમ્બરે યોજાશે.

પ્રથમ વખત દરેક 182 મતક્ષેત્રોમાં એક બૂથનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. બૂથની કુલ સંખ્યા 50128 છે, જેમાં મતદાન માટે વીવીપીએટી સાથે જોડાયેલા ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે.

error: Content is protected !!