ભાજપ સાથે કોઈ નારાજગી નથી, મંત્રીમંડળમાં નથી જોઈતું સ્થાન: ભરવાડ

અમદાવાદ, દેશગુજરાત: શાસક પક્ષ ભાજપમાં અન્ય એક ‘અસંમતિ દર્શાવવાની’ અટકળો વચ્ચે તેના વરિષ્ઠ ધારાસભ્ય જેઠા ભરવાડે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ મંત્રીમંડળમાં કોઈ સ્થાન  ઇચ્છતા નથી અને પક્ષના નાના અને શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે આનંદથી કામ ચાલુ રાખશે.

મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના શેહરા બેઠક પરથી  વારંવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભરવાડે કહ્યું કે, તેઓને પાર્ટી સામે ગુસ્સો નથી અને તેઓ નારાજ પણ નથી.

તેમણે કહ્યું હતું કે, મેં કોઈ મંત્રીમંડળની માગણી કરી નથી અને મારા ટેકેદારોએ જે કર્યું છે તે મારી જાણ બહાર કર્યું છે અને હું તેમને સમજાવું છું કે પક્ષનું હિત વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતાં વધુ મહત્વનું છે.

તેમણે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરો સ્વયં માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે કામ કરે છે.

error: Content is protected !!