નિર્વસ્ત્ર બાળકોનો વીડિયો શેર કરવા બદલ રાહુલ ગાંધીને નોટિસ, 10 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ

મુંબઈ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર નિર્વસ્ત્ર બે બાળકોની મારપીટ અંગેનો વીડિયો ટિ્વટ કર્યો હતો. જેને લઈને મહારાષ્ટ્ર બાળ અધિકાર પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.

જુવેનાઈલ જસ્ટિસ (કેર અેન્ડ પ્રોટેકશન) અેકટ ૨૦૧૫ની કલમ ૧૦૯ અને પોકસો એકટની કલમ ૨૩ હેઠળ સગીર પીડિતોનો વીડિયો પ્રકાશિત કરવો તે ગેરકાનૂની બાબત છે. તેથી રાહુલ ગાંધીને આ મુદ્દે 10 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ મહારાષ્ટ્રના જલગામ જિલ્લામાં બે દલિત બાળકોને ગામના કૂવામાં નહાવાના મુદે ગામના કેટલાંક લોકોએ માર માર્યો હતો. બાદમાં બંને બાળકોને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યાં હતાં. ત્રણ દિવસ બાદ આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો હતો.  જે અંગે આ બાળકોની માતાએ પોલીસ મથકમાં કેસ દાખલ કરાવ્યો હતો.

રાહુલ ગાંધીએ તેમનાં ટિ્વટર એકાઉન્ટ પર આ વિડીયો શેર કરીને લખ્યું હતું કે, “મહારાષ્ટ્રનાં આ દલિત બાળકોનો વાંક માત્ર એટલો હતો કે તેઓ સવર્ણોના કૂવામાં નહાવા ગયાં હતાં.”

error: Content is protected !!