હવે દર મહીને બેંક ખાતામાં જમા થશે 7.75 ટકા વ્યાજ, સરકાર લાવી રહી છે નવી યોજના

નવી દિલ્હી:  હવે બેંક ખાતામાં છ મહીને નહીં પરંતુ દર મહિને વ્યાજ જમા કરાવાશે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહેલી આ સ્કીમનો  દરેક સામાન્ય ખાતાધારક લાભ લઇ શકશે. તે માટે ફકત સરકારે પ્રસ્તાવિત કરેલી એક યોજનામાં રોકાણ કરવાનું રહેશે. નોંધનીય છે કે,  કેન્દ્ર સરકાર તમને 7.75 ટકા વ્યાજ આપવાની તૈયારી કરી રહી છે.

કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીએ કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક યોજના લાવવામાં આવી રહી છે જેમાં રોકાણથી સામાન્ય માનવીને 7.5 ટકા વ્યાજ મળશે, જેમાં મહિલાઓ અને 60 વર્ષથી વધુની વય ધરાવતાં સીનીયર સિટીઝનને 7.75 ટકા વ્યાજ મળશે. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને સુરક્ષાદળના કર્મચારીઓ માટેના વ્યાજ દરને હજુ અંતિમ રૂપ અપાયું નથી. પરંતુ તે અંગે વાતચીત ચાલી રહી છે.

આ અંગે એનએચએઆઈ ટૂંકસમયમાં બોન્ડ લાવી રહી છે. આ બોન્ડ 10 વર્ષ સુધી વ્યાજ આપશે અને વ્યાજ દર મહિને રોકાણકારના ખાતામાં જમા કરવામાં આવશે. ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, સામાન્ય લોકોએ વધુ વ્યાજની લાલચમાં ચિટફંડમાં નાણાં ન રોકવા જોઇએ. એનએચએઆઈના બોન્ડ વધુ ફાયદો કરાવવા સાથે ઘણાં સુરક્ષિત પણ છે.

આ બોન્ડ ટ્રીપલ એ રેટિંગ ધરાવતાં હોવાથી તેના રોકાણકારોને સુરક્ષા મળશે. હાલમાં બેંકો દ્વારા 4 થી 6 ટકા વ્યાજ આપવામાં આવે છે. ત્યારે એનએચએઆઈ બોન્ડ વધુ ફાયદો કરાવશે. બીજીબાજુ બોન્ડ દ્વારા સરકારને મળનાર નાણાંનો ઉપયોગ દેશભરમાં રોડ નેટવર્ક વધારવાના કામમાં લઇ શકાશે.  ગડકરીએ અપીલ કરી હતી કે, બોન્ડમાં રોકાણ કરવા સામાન્ય લોકોએ આગળ આવવું જોઇએ.

 

error: Content is protected !!