હવે હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ કર્મચારીઓ આવશે તમારી સોસાયટીમાં, કરવી પડશે એક અરજી

ગાંધીનગર : કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરવામાં આવી છે. અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશ નંબર લગાવવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2018 જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર લગાવવા માટે આર.ટી.ઓ.માં વધુ પડતા ધસારાના ધ્યાને લઈને હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2018 નક્કી કરવામાં આવી હતી. જોકે, જૂની નંબર પ્લેટના બદલે હાઇ‌ સિકયોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની સરકારે મુદત વધારી હોવા છતાં વાહન માલિકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી. ત્યારે હવે રાજ્યભરનાં વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહન ધારકોને એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા જવુ પડશે નહીં. પરંતુ નવા નિર્ણય મુજબ આરટીઓ કર્મચારીઓ અલગ – અલગ સોસાયટીમાં જઈને જે – તે સોસાયટીના વાહનમાં આ નંબર પ્લેટ લગાવી જશે.    આરટીઓ કર્મચારીઓને પોતાની સોસાયટીમાં બોલાવવા માટે સોસાયટી તરફથી આરટીઓમાં એક અરજી કરવાની રહેશે. જેમા તમારે વાહનોની સંખ્યા અને તમારી સોસાયટીનું સરનામું જણાવવાનું રહેશે અને જે બાદ આરટીઓ કર્મચારી તમારી સોયાયટીમાં આવીને તમારા વાહનોમાં નંબર પ્લેટ લગાવી જશે.

error: Content is protected !!