પરમાણુક્ષમતાવાળી અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરાયું, 700 કિ.મી.ની છે મારક ક્ષમતા

નવી દિલ્હી : ભારતે પરમાણુક્ષમતાવાળી અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલનું આજે (મંગળવારે) સફળ પરિક્ષણ કર્યું છે. ઓડિસાના તટ પર આવેલા અબ્દુલ કલામ દ્વીપ પર સવારે  8.30 કલાકે ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું હતું.

અગ્નિ-1 (એ) મિસાઇલ સ્વદેશી ટેકનોલોજીના આધારે વિકસીત કરવામાં આવેલી પરમાણુક્ષમતાવાળી મિસાઇલ છે. જેની મારક ક્ષમતા 700 કિલોમીટર છે. 15 મીટર લાંબી અને 12 ટનની આ મિસાઇલ એક ક્વિન્ટલ જેટલા વજનના પારંપરિક તેમજ પરમાણુ આયુધ લઈ જવા માટે સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં બનાવવામાં આવેલ 6000 કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવનાર અગ્નિ 5 મિસાઈલનું ઈસરો દ્વારા ઓડિસાના અબ્દુલ કલામ દ્વીપ પર 18 જાન્યુઆરીએ સફળ પરિક્ષણ કરાયું હતું. નોંધનીય છે કે,  અગ્નિ-5 અગ્નિ સિરીઝની મિસાઈલ છે. અગ્નિ-5 મિસાઈલની ઉંચાઈ 17 મીટર છે. આ મિસાઈલનું વજન 50 ટન અને આ મિસાઈલની સ્પીડ અવાજથી 24 ગણી વધુ છે.

error: Content is protected !!