ગુજરાતના દરિયાકાંઠા પર મંગળવારે રાતે દસ્તક દેશે ઓખી, રાજ્યની મશીનરી એલર્ટ, મુખ્યમંત્રી રૂપાણી રાજકોટનો પ્રચાર કાર્યક્રમ રદ્દ કરી સુરત રવાના, પીએમઓ સંપર્કમાં

ગાંધીનગર/ સુરત, દેશગુજરાત: ઓખી ચક્રવાત સુરત નજીક દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ક્યાંક તેના સંભવિત ભૂમિ પરના અંત પહેલાં ‘ડીપ  અથવા સામાન્ય ડિપ્રેશન’ માં પરિણમશે, પરંતુ રાજ્યની મશીનરીને એલર્ટ કરી દેવામાં આવી છે.  એનડીઆરએફની લગભગ અડધો ડઝન ટીમો તેમજ કેટલીક એસડીઆરએફની ટીમો સાથે 5 દરિયાઇ જિલ્લામાં આર્મી, નેવી, એર ફોર્સ, બીએસએફ અને રાજ્ય પોલીસને સાવચેતીના ભાગરૂપે ગોઠવવામાં આવી છે.

અમદાવાદના આઇએમડી સેન્ટરના ડિરેક્ટર જયંતા સરકારે કહ્યું હતું કે, આજે (મંગળવારે) બપોર સુધીમાં ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરતની દક્ષિણ દિશા તરફથી સુરતથી 350 કિલોમીટર દૂર હતું, જે 21 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધ્યું હતું.

તેમને ઉમેર્યું કે, ‘તે અત્યંત તીવ્ર તોફાનથી એક વાવાઝોડું સ્વરૂપે આગળ વધી રહ્યું છે. સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મંગળવારે મધરાતે જમીન પર અથડાય તેવી શક્યતા વચ્ચે તે સમયે 60 થી 65 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવાની સાથે ડીપ અથવા મધ્યમ ડિપ્રેશન સર્જાશે.’ તેમણે ઉમેર્યું હતું કે. સુરત, વલસાડ, નવસારી, ભાવનગર, ભરૂચ, અમરેલી વગેરે દરિયાકાંઠાના જિલ્લામાં આજે(મંગળવારે) ભારે વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડાની અસર બુધવારે એક દિવસ પુરતી રહેશે.

સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અન્ય અધિકારીઓ સાથે સુરત પહોંચ્યા છે. તેઓએ કલેકટર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

ગાંધીનગરમાં એસઈઓસી ખાતે ચીફ સેક્રેટરી જે.એન.સિંહ સાથે અગાઉ બેઠકમાં ભાગ લઇ પ્રિન્સિપાલ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું હતું કે, કુલ 6 એનડીઆરએફ ટીમોને 5 દરિયાઇ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, જેમાં બે ટીમ સુરતમાં અને વલસાડ, નવસારી, ભાવનગર તેમજ  અમરેલીમાં એક-એક ટીમ ગોઠવાઈ છે. તેમણે કહ્યું હતું કે, સુરતના તમામ 145 તટવર્તી ગામોમાં પોલીસે તૈનાત કરવામાં આવી છે. જરૂરિયાતના કિસ્સામાં કેટલાક સ્થળો પર સ્થળાંતર  કરવામાં આવશે. 13000 નૌકાઓ સુરક્ષિત રીતે દરિયાકાંઠે પરત ફરી છે અને બાકીના પણ પરત ફરી રહ્યા છે. માત્ર સુરતમાં જ 13 લાખ એસએમએસ એલર્ટ મોકલવામાં આવ્યા છે. બંદોબસ્ત માટે સાત હજાર લોકોને ભરૂચમાં ખસેડાયા છે. આર્મી, નૌકાદળ, હવાઈ દળ, બીએસએફ, કોસ્ટગાર્ડ, પોલીસ અને એસડીઆરએફ રાજ્યમાં સજ્જડ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. તોફાન ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચ્યું હોવાથી તેની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે.

ખરાબ વાતાવરણને કારણે સુરત એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટને રદ્દ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરત સહીત અન્ય કેટલાક સ્થળોએ પણ શાળાઓ બંધ કરવામાં આવી છે.

Related Stories

error: Content is protected !!