અમદાવાદ: નવરંગપુરામાં બિલ્ડીંગમાં આગ લગતા પ્રાઈવેટ ડેટા એન્ટ્રી જોબ પ્રોવાઇડર કંપનીને વ્યાપક નુકસાન

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદના નવરંગપુરામાં આવેલી બિલ્ડિંગના ફ્લેટમાં આજે (શનિવારે) સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગને કારણે પ્રાઈવેટ ડેટા એન્ટ્રી જોબ પ્રોવાઇડર કંપનીના તમામ ડેટા બળીને ખાક થઇ ગયા હોવાનો કંપનીએ દાવો કર્યો છે.

એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે,  નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક વિવાન ફ્લેટ-3માં ઉપરના માળે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરી હતી.

‘આગને કાબૂમાં લેવા માટે અંદાજે બે કે અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ ઇમારત આગ સલામતી નિયમો અનુસાર તૈયાર કરવામાં આવી ન હતી. ટોચના માળ પર સ્થિત ઓફિસ લગભગ સંપૂર્ણપણે બળી ગઈ છે. આગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું લાગે છે કે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે, ફાયર અધિકારીએ કહ્યું હતું.

બિલ્ડીંગના ટોચના બે ફ્લોર પર કોમેટ ઇન્ફોવેર પ્રાઇવેટ લીમીટેડની ઓફીસ આવેલી છે.

error: Content is protected !!