સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયના જૂના પુસ્તકો શાળા-કોલેજો-સંસ્થાઓ વિનામૂલ્યે મેળવી શકશે

ગાંધીનગર: માહિતી નિયામકની કચેરી હસ્તકના સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયના લગભગ ૧૩ હજાર જેટલા જૂના પુસ્તકો સરકારી શાળાઓ, કોલેજો, સરકારી ગ્રંથાલયો કે સંસ્થાઓને વિનામૂલ્યે આપવાના છે. જે શાળા-કોલેજો કે સંસ્થાઓને આ પુસ્તકો મેળવવામાં રસ હોય તેમણે ddirr@gmail.com પર અરજી કરવા અનુરોધ છે.

સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયનું કોમ્પ્યુટરાઇઝેશન, રિનોવેશન અને આધુનિકરણ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પછી ૧૩,૦૦૦ જેટલા જૂના પુસ્તકો શાળા-કોલેજો-સંસ્થાઓને વિનામૂલ્યે આપવાના છે.

error: Content is protected !!