અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાના મુદ્દે નીતિન પટેલે કહ્યું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે

અમદાવાદ : અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, “યોગ્ય સમયે સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પ્રજામાં અગાઉ પણ કર્ણાવતી નામ રાખવાની લાગણી હતી. પ્રજાના મનમાં કર્ણાવતી નામ વસેલુ જ છે.”

બીજી તરફ રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં વિવાદ છેડાયેલો છે. જ્યારે આજે રામનગરી આયોધ્યા દિવડાઓથી સજાવવામાં આવી હતી.  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (બુધવારે) ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષો બાદ યુપીમાં બહુમતીથી ચૂંટાયેલી ભાજપ સરકારે એક ઝાટકે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દીધુ છે. પરંતુ ગુજરાતમાં બે દશકથી વધુ સમયથી શાસન કરતી ભાજપની સરકાર હજુ અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરી શકી.

error: Content is protected !!