શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ, મહાદેવની પાલખીયાત્રા હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ સોમવાર છે. જેને લઈને સોમનાથમાં આજે દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી. પાલખી યાત્રામાં જોડાવા તેમજ શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પાલખીયાત્રામાં ભગવાન ભોળાનાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે આસ્થા અને શ્રદ્ધા સાથે શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્રારા અગાઉ વર્ષમાં એક જ મહાશિવરાત્રીના દિવસે શિવજીની પાલીખીયાત્રા કાઢવામાં આવતી હતી.પરંતુ છેલ્‍લા થોડા વર્ષથી શ્રાવણ માસના દર સોમવારે શિવજીની પાલીખીયાત્રા કાઢવામાં આવે છે. પાલખીયાત્રામાં જોડવવા શિવભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. આજની ખાસ શિવજીની પાલીખીયાત્રા મંત્રોચ્‍ચાર કર્યા બાદ નગરચર્યાએ મંદિર બહાર પરીસરમાં ફરી હતી.પાલખીયાત્રામાં મોટીસંખ્‍યામાં શિવભક્તો હર હર મહાદેવ, જય સોમનાથના ગગનચુંબી નાદ સાથે આસ્‍થાભેર જોડયા હતા.

પાલીખીયાત્રામાં શિવજી સ્‍વયં સામે ચાલીને ભક્તોને આર્શીવાદ આપવા નગરચર્યાએ નિકળતા હોવાથી તેનું વિશેષ મહત્‍વ રહેલુ છે. આ સાથે જ શ્રાવણ માસના સોમવારે શિવજીની અરાઘનાનું વિશેષ મહત્‍વ હોય છે.સોમવારના દિવસે મોટી સંખ્‍યામાં ભાવિકો શિવની પૂજા-અર્ચના કરે છે. આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે યાત્રાઘામ સોમનાથમાં દુર દુરથી ભાવિકો પહોંચી ગયા છે. ભાવિકો મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યાં છે.

error: Content is protected !!