શ્રીનગર: સીઆરપીએફના હેડક્વાર્ટરની બાજુની બિલ્ડિંગમાં ઘુસ્યા આતંકવાદી, ગોળીબાર ચાલુ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર: જમ્મુના સુંજુવાન આર્મી કેમ્પ પર રવિવારે હુમલા બાદ આતંકવાદીઓએ આજે (સોમવારે) સવારે શ્રીનગરના સીઆરપીએફ હેડક્વાર્ટર પર હુમલો કરવાથી કોશિષ કરી હતી.  સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમ (કયુંઆરટી)એ કરણ નગર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ કર્યું છે. છુપાયેલા બંને આતંકવાદીઓને શોધી નાંખવામાં આવ્યા છે અને બંને બાજુ ગોળીબાર ચાલુ છે. એનકાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. આ સાથે ક શ્રીનગરમાં સતત બરફવર્ષા વચ્ચે આ  ઓપરેશન ચાલી રહ્યું છે.

સીઆરપીએફના આઇજી રવિદીપ સહાયે કહ્યું કે. આજે સવારે બે આતંકવાદીઓએ સીઆરપીએફ હેડક્વાર્ટરમાં ઘૂસવાની કોશિષ કરી હતી. તેઓ હેડક્વાર્ટરમાં ઘૂસવામાં સફળ ન થતા બાજુમાં જ આવેલી એક બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. 5 પરિવારોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે કરવામાં આવેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને સેનાએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

error: Content is protected !!