સુરત: ડાઈંગ મિલમાં આગ લાગતા એકનું મોત

સુરત, દેશગુજરાત: સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી ડાઈંગ મિલમાં આજે (બુધવારે) આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું અને  અન્ય એકને ઈજા પહોંચી હતી.

સુરત ફાયરના ચીફ ઓફિસર વસંત પરિકે કહ્યું કે, અજ્ઞાત કારણોસર વસંત ફેબ્રીક્સ પ્રાઇવેટ લિમિટેડમાં આગ ફાટી નીકળી હતી.

આગને કાબુમાં લેવામાં આવી  હતી અને ઠંડક કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરમેન ફેક્ટરીમાં દાખલ થતા તેમણે ફેક્ટરીમાં ધુમાડાને કારણે 2  કામદારોને ગૂંગળામણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

તેમાંથી એક પંડિતભાઈ (60)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 55 વર્ષીય આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગના કારણે  ફેક્ટરીમાં કેટલું નુકસાન થયું તે હજુ જાણી શકાયું નથી.

error: Content is protected !!