વડોદરામાં 1000 કિલો પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો

વડોદરાઃ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકારે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે તત્કાલિક ધોરણે પાણીનાં પાઉચ, પાન-મસાલાનાં પડીકા, ચાની પ્યાલીઓ સહિતની પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ગઈકાલે 5 જૂને અમલી થયા બાદ બીજા જ દિવસે વડોદરામાંથી 1000 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો .

વડોદરા મહાનગરપાલિકાની ટીમે આજે (6 જૂન, બુધવારે) પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યાં હતાં. નાગરવાડા વિસ્તારમાં અંદાજે 15 જેટલાં સ્થળોએ ચેકિંગ હાથ ધરાયુ હતું. આ દરમિયાન પાલિકાની ટીમે પલાસ્ટીકની બેગ, ગ્લાસ, પાણીનાં પાઉચ સહીતનો પ્લાસ્ટીકનો અનેક મુદ્દામાલ કબ્જે કરીને 1000 કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત રાવપુરા, કોઠી અને નાગરવાડા વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.

error: Content is protected !!