ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીની મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે યોજેલી વન ટુ વન બેઠકમાં તેમના રાષ્ટ્રની ખ્યાતનામ કમ્પનીઓને ડિફેન્સ પ્રોડક્શન તેમજ વેસ્ટ વોટર મેનેજમેન્ટના ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા ઇજન પાઠવ્યું હતું. તેમણે કહ્યું કે, ૪૫ ટકા જેટલું અરબનાઇઝેશન ધરાવતા ગુજરાતમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ આજના સમયની તાતી આવશ્યકતા બની ગઇ છે ત્યારે ચેકની તજજ્ઞતાનો લાભ મળે તે આવકાર્ય બાબત છે. વિજયભાઈ રૂપાણીના આ સુઝાવને સમર્થન આપતા ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતમાં ડિફેન્સ અને આર એન્ડ ડી સેક્ટરમાં પ્રદાન કરવાની તૈયારી દર્શાવી હતી. વિજયભાઈ એ આ સાથે સંસ્કૃતિ, કલ્ચર અને વેપારમાં પણ સમ્બન્ધ વિકસેલા છે તેની યાદ તાજી કરી હતી.

error: Content is protected !!