કાંદાના પરોઠા

સામગ્રી :-

૨ વાટકી ઘઉંનો લોટ,મીઠું,
તેલ જરૂર પ્રમાણે.
પુરણ માટે :-
૧ ૧/૨ કાંદો બારીક સમારેલો,
૨ થી ૩ લીલાં મરચાં,
અનારદાણા શેકેલા,
અને ખાંડેલા કોથમીર, મીઠું.

રીત :-

(૧) ઘઉંનો લોટ બાંધવો.
(૨) બે નાની પુરી વણવી.
(૩) બે નાની પુરી વચ્ચે કાંદાનું પુરણ મીકસ કરવું અને બન્ને પુરી દાબી દેવી. ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં થોડું તેલ નાખી પરોઠા બંને બાજુથી બદામી કલરના શેકી લેવા. દહીં સાથે પીરસવા.

error: Content is protected !!