ધો. 11-12માં શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ, 70થી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ

ગાંધીનગર: માર્ચ-2017ની બોર્ડની પરીક્ષામાં 70 કે તેથી વધુ ટકા મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે યોજના અમલી બનાવી છે. યોજના અંતર્ગત વિદ્યાર્થીને અઢી લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ માટેનાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી 15મી ડિસેમ્બર સુધીમાં શિષ્યવૃત્તિનાં ફોર્મ ઓનલાઇન ભરી દેવાનાં રહેશે.

શિષ્યવૃત્તિ મેળવવા વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. અગાઉ આ માટેની આવક મર્યાદા માસિક અઢી હજારની હતી. તમામ જાતિના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ યોજના માટે ફોર્મ ભરી શકે છે.

જોકે શિષ્યવૃત્તિ મેરીટના ધોરણે અપાશે. આ શિષ્યવૃત્તિનો લાભ લેવા www.digitalgujarat.gov.in ઉપર ઓન લાઇન ફોર્મ ભરવાનું રહેશે.

ક્યા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે?  

માન્ય ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે.

ધોરણ 10માં 70 કે તેથી વધુ ટકા મેળવ્યા હોય તેવા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ.

મર્યાદિત સંખ્યામાં મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને લાભ અપાશે.

ધો.11-12માં 2000, સ્નાતક સ્તરે 3000 અને અનુસ્નાતક સ્તરે 5000 મળવાપાત્ર.

ધો.11માં ફ્રેશ વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને જ રિન્યૂઅલ તરીકે મળશે.

error: Content is protected !!