વડાપ્રધાન મોદીના હસ્તે એનડીડીબી દ્વારા રચેલી મુજકૂવા સોલાર પંપ ઈરીગેટર્સ કો-ઓપરેટિવ એન્ટરપ્રાઈઝનું ઉદઘાટન

આણંદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં તા. 30 સપ્ટેમ્બર, 2018ના રોજ આણંદ જીલ્લાના મુજકૂવા ગામે એનડીડીબીએ રચેલી મુજકૂવા સોલાર પંપ ઈરીગેટર્સ કો-ઓપરેટિવ એન્ટરપ્રાઈઝ (SPICE)નું ઉદઘાટન
કર્યું હતું.

ખેડૂતો ખેતરમાં સોલાર પંપ બેસાડે અને વધેલી વિજળી GRIDને વેચે તેવા વડાપ્રધાનના વિઝન અનુસાર NDDB એ મુજકૂવા ખાતે આ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની રચના કરી છે. અત્યાર સુધીમાં આ અનોખા પ્રયોગમાં 11 ખેડૂતોએ ખેતરમાં સોલાર પંપ નાખ્યા છે. તેમણે તેમનાં સબસીડી ધરાવતાં વિજળીનાં જોડાણો પરત કર્યાં છે અને સૌર ઉર્જા ઉપર પસંદગી ઉતારી છે.

NDDB રાજસ્થાન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ લિમિટેડ (REIL) અને ઈન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ (IWMI) ની સહાયથી ખેડૂતોને તેમની પોતાની માઈક્રો ગ્રીડ સ્થાપવામાં મદદ કરી છે, જે તેમને વધારાની વીજળી DISCOM (MGVCL) ને વેચવાનુ શક્ય બનાવશે. મુજકૂવા એ GRID સાથે જોડાયેલ ખેડૂતોનુ સૌ પ્રથમ સોલાર પંપ ઈરીગેટર્સ કો-ઓપરેટિવ એન્ટરપ્રાઈઝ છે.

NDDBના ચેરમેન દિલીપ રથ જણાવે છે કે ‘ આ યોજનાથી વીજ કંપનીઓને સબસીડીનો બોજ ઘટાડવામાં સહાય થશે જ્યારે ખેડૂતોને રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટની કમાણી થશે અને ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુશન ખર્ચમાં ઘટાડો થશે. આપણા ખેડૂતોને આવકનો વધારાનો સ્ત્રોત વિકસાવવાનો મુખ્ય લાભ થશે. વેચાણના વિકલ્પ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવાથી તેમના પાણીના વપરાશમાં ઘટાડો થશે, જે ડેરી પ્રવૃત્તિ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે.’ ભારત સરકારે કીસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન (KUSUM) નો વર્ષ 2018-19ના બજેટમાં જાહેરાત કરી હતી. અને ગુજરાત સરકારે પણ આ અભિગમ આગળ ધપાવવા સૌરશક્તિ કિસાન યોજના(SKY) ની જાહેરાત અને અમલ કર્યો છે. SPICE, મુજકૂવા ખેડૂતો માટે એક સક્ષમ મોડેલ બની રહેશે અને તેનો અમલ કરનારા ખેડૂતો આ યોજનાનો હિસ્સો બની રહેશે.

error: Content is protected !!