ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પુસ્તક પ્રકાશન અંગેના સર્ટીફીકેટ કોર્ષને ખુલ્લો મુકતા: ઓ.પી.કોહલી

ગાંધીનગર: પુસ્તક માત્ર મનોરંજન માટે નથી પણ જીવનનો આધાર પણ છે. તેમ રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી શરૂ થયેલા અને સાત દિવસ ચાલનારા પુસ્તક પ્રકાશન અંગેના સર્ટીફીકેટ કોર્ષને ખુલ્લો મુકતા રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં કૌશલ્ય વિકાસના અનેક ક્ષેત્રો છે જેમાં પુસ્તક પ્રકાશન પણ મહત્વનું ક્ષેત્ર છે. વિદ્યાર્થી આ ક્ષેત્રમાં પણ પોતાની કારકીર્દી બનાવી રોજગારી પ્રાપ્ત કરી શકે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાનનો સ્ત્રોત લેખીત અને મોખીક બન્ને પ્રકારે હોઈ શકે ત્યારે જો આવનારી પેઢીને તેના વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવું કંઈક આપવું હોય તે તો માહીતીસભર પુસ્તક હોઈ શકે. માહિતીસભર પુસ્તક એ જ્ઞાનનો સંગ્રહ છે જેનો સમયાંતરે વ્યક્તિ પોતાના વિકાસ માટે ઉપયોગ કરી શકે છે.

શ્રી ઓ.પી.કોહલીએ વધુમાં ઉમેર્યું હતુ કે વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્કીલ ઈન્ડીયા યોજનાનો વધુ લોકો લાભ લઈ આગળ વધે તેમ કહેવામાં આવે છે ત્યારે પુસ્તક પ્રકાશન અંગેની મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરાવતો આ કોર્ષ પુસ્તક પ્રકાશિત કરી રોજગાર શરૂ કરનાર સાહસીકને ખૂબજ મદદરૂપ થશે. પુસ્તક પ્રકાશનના આ કોર્ષમાં સંપાદકીય, કોપી રાઈટ, પુસ્તક વિતરણ જેવી અનેક બાબતોને સાંકળી લેવામાં આવી હોય તે કોર્ષના અભ્યાસુને રોજગારી પ્રાપ્ત કરવા સિવાય પણ જીવનમાં અનેક તબક્કે ઉપયોગી થશે.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસમાં ઉપયોગી એવા પ્રકાશનના કોર્ષની સાથે આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા ભાષા અને તેના વિવિધ આયામોને લઈને પણ વિવિધ શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરવામાં આવે તેવું સૂચન પણ ઉપકુલપતિ શ્રી હિમાંશુ પંડ્યાને કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેનશ્રી પ્રોફેસર બળદેવ શર્મા દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા દેશની વિશ્વ વિદ્યાલયોમાં ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્ષની જાણકારી ઉપસ્થિત લોકોને આપી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડૉ. હિમાંશુ પંડ્યા, ભાષા ભવનના અધ્યક્ષશ્રી પ્રોફેસર શ્રીમતી નિલોત્પલા ગાંધી, ટ્રેનિંગ ઓફીસરશ્રી નરેન્દ્રકુમાર તેમજ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!