આણંદની કૃષિ યુનિવર્સીટી દ્વારા 8 થી 10 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય કાર્યશિબીરનું આયોજન

આણંદ: આણંદની કૃષિ યુનિવર્સીટી દ્વારા 8 જાન્યુઆરી (સોમવાર) થી 10 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય રાષ્ટ્રીય કાર્યશિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેને સિદ્ધ કરવા માટે ખેતી ક્ષેત્રે વિવિધ પરિવર્તનો લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા આયોજિત આ ત્રિદિવસીય શિબિરમાં કૃષિ ઈજનેરી સંબંધિત દેશ-વિદેશમાં સંશોધન કરવામાં આવેલા હોય તેવા તજજ્ઞો તેમજ ખેતીના યંત્રોનો સુમોચિત ઉપયોગ કરી ખેતીમાં શ્રમનો ઘટાડો કરી શકાય, ખેતીના મુખ્ય ઇનપુટ્સ પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી સમયની બચતની સાથોસાથ સઘન ખેતી પદ્ધતિ અપનાવવા તેમજ તૈયાર ખેત પેદાશોને યોગ્ય રીતે સાફસફાઈ કરી તેનો કેવી રીતે સંગ્રહ કરવા જેવી તમામ બાબતોને આવરી લઈને ખેડૂતો તેનો અમલ કરી શકે તે અંગેની ચર્ચા કરવામાં આવશે.

ભારતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

શિબિર દરમિયાન દેશ અને વિદેશમાં સંશોધિત અંદાજે 500 જેટલી કૃષિ ઈજનેરી સંબધિત સંશોધનો વિષે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ઉર્જાના વૈકલ્પિક  સ્ત્રોતોના ઉપયોગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની સાથે બદલાતા વાતાવરણમાં ખેતીને ટકાઉ બનાવવાની સઘન ચર્ચા કરી તેનો ઉપયોગ કર્તાઓને ભલામણ કરવામાં આવશે.

error: Content is protected !!