5મી મેએ મંગળ ગ્રહ પર જશે ફ્લાઈટ, 1 લાખથી વધુ ભારતીયોએ કરાવ્યું બુકિંગ

મુંબઈઃ મંગળ ગ્રહ પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકી શકે કે નહીન્તે બાબતે છેલ્લા ઘણા સમયથી રીસર્ચ તેમજ ચર્ચા ચાલી આવી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મંગળ ગ્રહ પર જવા માટે 1,38,899 લોકો તૈયાર છે અને  તેમણે આ લાલ ગ્રહ પર જવા માટે ફ્લાઈટની ટીકીટ પણ બુક કરાવી લીધી છે. નાસા ઈન્સાઈટ મિશન 5 મે 2018ના રોજ લોન્ચ થવાનું છે. નાસા દ્વારા તાજેતરમાં જ આ મિશન માટે નામ નોંધાવનારા લોકોના બોર્ડિંગ પાસ ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા.

આ નામ સિલિકોન વેફર માઈક્રોચિપ પર ઈલેક્ટ્રોન બીમની મદદથી કોતરવામાં આવશે. આ નામના લેટર્સ વ્યક્તિના વાળ કરતા 1000 ગણા ઝીણા હશે. આ ચીપ યાનના આગળના ભાગમાં લગાવવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ભારતમાંથી પણ અનેક લોકોએ આ માર્સ મિશનમાં રસ દાખવ્યો છે. નાસાને આખા વિશ્વમાંથી કુલ 24,29,807 અરજી મળી છે.

નાસાના ડેટા અનુસાર આખા વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજુ છે. સૌથી વધારે 6,76,773 અરજી યુ.એસ.માંથી આવી છે જ્યારે ચીનમાંથી 2,62,752 અરજી આવી છે. ભારતનો ક્રમ ત્રીજો છે. સ્પેસ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આ કોઈ ચોંકાવનારી વાત નથી. પરંતુ ભારતમાંથી આટલી બધી અરજી આવી તે ખરેખર ધ્યાન દોરે તેવી વાત છે.

ભારતીયોનો મંગળમાં રસ વધ્યો છે તેના મુખ્ય બે કારણ છે. એક તો ભારતનું સફળ મંગળયાન મિશન અને ભારત તથા યુ.એસ વચ્ચે મજબૂત થયેલા સંબંધો. નાસાના જેટ પ્રોપુલ્ઝન લેબોરેટરીના એન્ડ્રુ ગુડે જણાવ્યું કે, નામ સ્વીકારવાની છેલ્લી તારીખ ગયા અઠવાડિયે હતી અને તેઓ હવે નવી અરજી નથી સ્વીકારી રહ્યા.

error: Content is protected !!