વારાણસી: નિર્માણાધીન ફ્લાયઓવર બ્રીજ પડતાં 15થી વધુનાં મોત

વારાણસી: વારાણસીમાં કેન્ટ સ્ટેશન પાસે આવેલા ફ્લાઇઓવર બ્રીજનું બાંધકામ ચાલી રહ્યુ હતું તે દરમિયાન મંગળવારે એક પિલ્લર તૂટી પડતા સમગ્ર બ્રીજ ધરાશાયી થઇ ગયો હતો. એકાએક તૂટી પડેલા બ્રીજ નીચે દબાઈ જવાને કારણે 15થી વધુ લોકોના મોત થયા હોવાની શંકા સેવાઈ રહી છે.

માહિતી મુજબ, આશરે 6 કાર અને એક બસ કાટમાળમાં દટાયેલા છે. જે તમામ વાહનોનો ખુડદો બોલી ગયો હતો. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત નીપજ્યા તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

 ઉત્તરપ્રદેશના મંત્રી સિદ્ધાર્થનેથ સિંહે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આ ફ્લાયઓવરનું બાંધકામ શરૂ થયું હતું.

error: Content is protected !!