પદ્માવત ગુજરાતમાં રીલીઝ નહીં થાય: વિજય રૂપાણી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (શુક્રવારે) કહ્યું કે, આગામી હિન્દી ફિલ્મ પદ્માવતને ગુજરાતમાં રીલીઝ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

મુંબઇ સ્થિત સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘પદ્માવતી’ને લઇ રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના વિરોધને ધ્યાનમાં રાખીને ફિલ્મના ટાઈટલમાં ફેરફાર સહિત કેટલાક ફેરફારો પર  કર્યા બાદ રિલીઝ થવા માટે સીબીએફસી સર્ટિફિકેટ મળી ગયું છે. જોકે, ગુજરાત સરકારે હજુ પણ ચૂંટણી પૂર્વેના સ્ટેન્ડને જાળવી રાખ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થશે નહીં.

” અમે અગાઉ પણ કહ્યું હતું અને અમે(ગુજરાત સરકારે) એક આદેશ જારી કર્યો હતો કે, પદ્માવત ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને અમારા આ જ આદેશને ચાલુ રાખ્યો છે અને તેથી આ ફિલ્મની રિલીઝની કોઈ તક નથી. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કોન્વોકેશન સમારંભ પછી મીડિયા દ્વારા પૂછપરછના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું.

Related Stories

error: Content is protected !!