સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનમાંથી નિહલાની ‘કટ’

મુંબઈ, દેશગુજરાત: કેટલીક ફિલ્મોમાં અયોગ્ય કટ્સ (કાતર) ફેરવી વારંવાર વિવાદોમાં ઘેરાયેલા રહેતા પહલાજ નિહલાનીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી)ના અધ્યક્ષપદેથી બરતરફ કરવામાં આવ્યા છે. આ સાથે જ જાણીતા ગીતકાર પ્રસુન જોશીને તેમના અનુગામી બનાવાયા છે. નિહલાનીના સહકર્મીઓ દ્વારા હંમેશા આક્ષેપો લગાવવામાં આવતા કે, નિહલાની સેન્સર બોર્ડનો અંગત જાગીર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત નિહલાની દ્વારા અતાર્કિક કટ મૂકવા માટેની અને મોરલ પોલીસીંગ (નૈતિકતાના પહેરેદાર)ની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ફિલ્મસર્જકો અને વિવેચકો અનેકવાર કરી ચુક્યા છે.

નિહલાની ફિલ્મમાં અયોગ્ય રીતે કાતર ફેરવી હોય તેવી તાજેતરની બે ફિલ્મો છે. મધુર ભંડારકરની ‘ઈન્દુ સરકાર’ અને અલંક્રિતા શ્રીવાસ્તવની ‘લીપ્સ્ટીક અન્ડર માય બુરખા’ ફિલ્મના કેટલાક સન પર અયોગ્ય રીતે કાતર ફેરવનારા નિહલાનીએ હાલમાં જ વિવાદનો સામનો કર્યો હતો. એટલું જ નહીં નિહલાનીએ ‘લીપ્સ્ટીક અન્ડર માય બુરખા’ ફિલ્મને સદંતર નકારી કાઢી હતી. આ ફિલ્મની મહિલા ડિરેકટરે સેન્સર બોર્ડના નિર્ણયને અપીલ્સ ટ્રિબ્યુનલમાં પડકારીને કેસમાં જીત મેળવી હતી.

error: Content is protected !!