પનીર- કોપરા દૂધપાક

સામગ્રી :

૧ લિટર દૂધ,
૩ ટે.સ્‍પૂન ખમણેલું કોપરું,
૨ ટી.સ્‍પૂન પલાળીને વાટેલા બાસમતી ચોખાનો પલ્‍પ,
૧ ટે. સ્‍પૂન પનીર,
૧ ટી. સ્‍પૂન કાજુનો ભૂકો,
૧૫૦ ગ્રામ ખાંડ,
૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો,
ચપટી જાયફળનો ભૂકો.

રીત :

દૂધને ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ચોખાની પેસ્‍ટ તેમાં ભેળવી દેવી.દૂધ જરા જાડું થાય એટલે ખાંડ નાંખી સતત હલાવતા રહી દૂધને ઊકળવા દેવું.ત્‍યાર બાદ કોપરાનું છીણ તથા કાજુનો ભૂકો ઉમેરવા.બરાબર ઊકળી દૂધપાક તૈયાર થાય એટલે નીચે ઉતારી પનીર, ઇલાયચી, જાયફળ નાંખવા. ધીરે ધીરે હલાવી બધું મિકસ કરી ફ્રિજમાં ઠંડો કરવો. (કોપરાનું છીણ ઉમેરતી વખતે તાપ એકદમ ધીરો રાખી, સતત હલાવતા રહેવું જેથી કોપરાના ફાઈબરથી દૂધ ફાટી ન જાય).

error: Content is protected !!