પનીર – વડીનું અથાણું

સામગ્રી :

પનીર : ૨૫૦ ગ્રામ
સરકો : ૨૫૦ ગ્રામ
સોયાબીનની વડી : ૨૦૦ ગ્રામ
મીઠું,મરચું : સ્‍વાદ મુજબ
લીલા વટાણા : ૨૦૦ ગ્રામ
મરી, હળદર : થોડાં
તજ, લવિંગ પાઉડર : ૭ ગ્રામ
તેલ : જરૂર મુજબ

બનાવવાની રીત :

સૌ પહેલાં ઊકળતા પાણીમાં સોયાબીનની વડીઓ નાંખી દો. ૫ મિનિટ તાપ પર રાખીને ચારણીમાં ઢાળીને નિતારી લો. અને તેને ફરીને ધોઇને નાંખો. પનીરના નાના પ્રમાણસર ટુકડા લો અને તેલમાં તળી લો. લીલા વટાણાને ૩ મિનિટ ઊકળતા પાણીમાં નાખીને કાઢી લો. નિતારીને કોરા પાડો. બધો મસાલો તેલમાં નાંખીને શેકો અને આ મિશ્રણમાં ભેળવી દો. બરણીમાં અથાણું ભરી લો. ઉપરથી સરકો રેડી દો. થોડા વખતમાં તે તૈયાર થઇ જશે.

error: Content is protected !!