લોકરક્ષક સહિતની વિવિધ ભરતી પ્રક્રિયા કૌભાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં તટસ્‍થ તપાસ થવી જોઈએ : પરેશ ધાનાણી

ગાંધીનગર ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં કહ્યું હતું કે, ભાજપના શાસનમાં બેરોજગારીના ખપ્‍પરમાં સતત હોમાતા જતા યુવાનોની મજબુરીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા વારંવાર ચૂંટણીઓ નજીક આવે ત્‍યારે સરકારની વિવિધ સંસ્‍થાઓ દ્વારા યુવાનોને નોકરી આપવા માટે ભરતીના માત્ર નાટક અને તાયફાઓ થાય છે. વીતેલા એકાદ વર્ષના ટૂંકા સમયગાળામાં અંદાજીત ૨૪ હજાર જગ્‍યાઓ માટે ૫૫ લાખ ૩૬ હજાર જેટલા બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા હતા. આ બેરોજગાર યુવાનોએ પરીક્ષાની તૈયારી માટે દિવસો સુધી મહેનત કરી, પરીક્ષાઓ પાસ કરવા માટે ખાનગી ટયુશન ક્‍લાસનો આશરો લઈ બાપદાદાની વારસાઈ મહામુલી મૂડીમાંથી પણ ૨૫-૫૦ હજારનું રોકાણ કર્યું. દરેક ઉમેદવારોને પરીક્ષા માટે થઈને અન્‍ય જિલ્લામાં ધકેલવામાં આવ્‍યા હતા ત્‍યારે આવવા-જવા માટે બસ ભાડાનો ખર્ચ, અગાઉથી નિયત સ્‍થળે પહોંચવાનું થાય ત્‍યારે રહેવાનો ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ અને અરજીઓ માટે સરકારે વસુલેલ ફી ગુજરાતના બેરોજગાર યુવાનોની મજબુરીનો લાભ લઈ ભરતીના નાટકો કરનાર ભાજપની સરકાર ગુજરાતના યુવાનોને નિરાશાના ખપ્‍પરમાં ધકેલવાનું કામ કર્યું છે.

લોકરક્ષકની ભરતીમાં પેપર ફુટી જવાનું કૌભાંડ રાજ્‍યના ૯ લાખ કરતાં વધુ યુવાનોના નસીબને ફોડનારું નીવડયું છે. ગુજરાતમાં ૨૦૦૫થી ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ સેવા પસંદગી મંડળ હોય કે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં થનારી ભરતી રાજ્‍ય સરકારની તમામ મોરચે નિષ્‍ફળતાના કારણે યુવાનોમાં બેરોજગારીનો દર દિનપ્રતિદિન વધી રહયો છે. રાજ્‍યમાં આજે ૫૫ લાખ કરતાં વધુ યુવાનો શિક્ષિત, અર્ધશિક્ષિત અને કુશળ કામદારો પરસેવો પાડવા માટે રોજગાર મેળવવા દર-દર ભટકી રહયા છે
એમને સરકારી નોકરીની લાલચ આપી ભાજપની સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે કમલમ્‌ના કાર્યકર્તાઓ લાખો રૂપિયાના ઉઘરાણા કરી યુવાનોની મજબુરીનો લાભ ઉઠાવી, એમના ભવિષ્‍ય સાથે ચેડા કરવાનું ભાજપ સરકારનું ષડયંત્ર હવે ખુલ્લું પડતું જાય છે.

ધાનાણીએ કહ્યું હતું કે, ૨૦૦૫થી ૨૦૧૮ સુધીમાં રાજ્‍ય સરકારના વિવિધ સેવાઓ માટે વિવિધ વર્ગની ભરતી માટે ચૂંટણીના આગળના વર્ષમાં જે જાહેરાતો કરવામાં આવી, લાખો યુવાનોએ ફોર્મ ભર્યા, એમણે જે ફોર્મમાં ડેટા ઉપલબ્‍ધ કરાવ્‍યા હતા, તેનો ભાજપે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આવા યુવાનોને પરીક્ષા આપવા માટે કરોડો રૂપિયાનો વ્‍યર્થ ખર્ચ કરાવવામાં આવ્‍યો. પરિણામો જાહેર થાય તે પહેલાં વારંવાર જોવા મળ્‍યું છે કે આચારસંહિતા લાગુ થઈ ગઈ, તમામ અરજદારોને એનું ખાનગીમાં ગોઠવાઈ ગયું છે તેવા ભાજપ અને તેને સંલગ્ન સંસ્‍થાઓએ સપના દેખાડયા અને બેરોજગાર યુવાનોની મજબુરીનો રાજકીય ઉપયોગ કરી કાર્યકર્તા તરીકે કામ કરવા મજબુર બનાવ્‍યા અને ચૂંટણી પૂરી થયા બાદ ભરતી પ્રક્રિયામાં કાયદાકીય ગુંચવણો ઉભી કરાવીને આવી ભરતીઓ વારંવાર મોકુફ રાખવાના બનાવો ભાજપના શાસનમાં હવે સામાન્‍ય થઈ ગયા છે. તાજેતરમાં લોકરક્ષકની ભરતીમાં ૯ લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ષડયંત્રના તાર વાયા કમલમ્‌ સીધા જ સ્‍વર્ણિમ સંકુલ સાથે જોડાયેલા છે.

વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, લોકરક્ષકની પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેના જવાબો ભાજપના મળતિયાઓ અને કાર્યકર્તાઓ મારફત લાખો બેરોજગાર યુવાનોની મજબુરીનો લાભ લઈને તેમને ખંખેરવા માટે કેટલાય દિવસે પહેલાં કમલમ્‌ કાર્યાલય ખાતે દુકાન ખોલવામાં આવી હતી. કરોડો રૂપિયાનો બેરોજગાર યુવાનોને ખર્ચ કરાવ્‍યા પછી ભાજપના પાપનો ભાંડો ફૂટતાં આવી પરીક્ષાઓ ભૂતકાળની જેમ સ્‍થગિત કરવાની સરકારને ફરજ પડી છે અને ૯ લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ભાજપ સરકારમાં સ્‍વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોના માર્ગદર્શન હેઠળ કમલમ્‌ કાર્યાલયના કાર્યકર્તાઓએ લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી લોકરક્ષકની પરીક્ષાના પેપરો જે વેચ્‍યા હતા તે
રાજ્‍યકક્ષાના સ્‍ટ્રોંગ રૂમમાં બંધ હતા તે પહેલાં પરીક્ષામાં પાસ થવા માટે મજબુરીવશ ભટકતા ટટળતા યુવાનોને ખિસ્‍સા ખંખેરીને વેચવામાં આવ્‍યા ત્‍યારે સ્‍વયંસ્‍પષ્‍ટ થાય છે કે આ લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર મોટા માથાઓના ઈશારે ફુટયું છે.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, લોકરક્ષકની પરીક્ષા સહિત ટેટની પરીક્ષામાં પેપર ફુટયાની વાતો પણ સામે આવી, પંચાયત તલાટી-મંત્રીના પેપરકાંડમાં પણ ભાજપના મોટા માથાઓની સંડોવણી સામે આવી છે ત્‍યારે વીતેલા વર્ષોમાં સરકારી ભરતીમાં જે અનિયમિતતાઓ થઈ છે તે સરકારની સીધી દોરવણી અને પીઠબળથી થઈ હોય તેવું આજે સ્‍પષ્‍ટ થાય છે ત્‍યારે હવે ગુજરાતનો રોજગાર મેળવવા દર-દર ભટકતો બેરોજગાર યુવાને ભાજપ પરથી વિશ્વાસ ગુમાવ્‍યો છે. માટે ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં સમગ્ર ભરતીકાંડની તટસ્‍થ, નિષ્‍પક્ષ અને પારદર્શી તપાસ સોંપવામાં આવે, માછલાઓને મારીને જેલમાં ધકેલી સંતોષ માનતી ભાજપ સરકાર સરકારમાં બેઠેલા મગરમચ્‍છો ઉપર કાયદાનો સકંજો કસી તેને જેલમાં પૂરવામાં આવે એવી વિરોધપક્ષ તરીકે અમે માંગણી અને લાગણી વ્‍યક્‍ત કરીએ છીએ. લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખી ત્‍યારે લાખો યુવાનો નિરાશાની ગર્તામાં ધકેલાય, આત્‍યંતિક પગલું ન ભરે તેના માટે ભવિષ્‍યમાં આવા બનાવો બનતા રોકવા ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં આ સમગ્ર પ્રકરણની તટસ્‍થ તપાસ થાય, ભરતીઓમાં વારંવાર પેપર ફુટવા, અનિયમિતતાઓ આચરવી, વિવિધ બનાવોમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની સીધી સંડોવણી ખુલવા જઈ રહી છે ત્‍યારે મુખ્‍યમંત્રી તાત્‍કાલિક રાજીનામું આપે એ વાતને ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો સમર્થન આપી રહયા છે.

૨૦૦૫થી આજદિન સુધી ચૂંટણીઓ જેમ નજીક આવતી જાય તેમ સરકારની વિવિધ એજન્‍સીઓ દ્વારા ભરતીની જાહેરાતો આવે, યુવાનોને લાઈનમાં ઉભા રાખવામાં આવે, પરીક્ષાના નાટક કરવામાં આવે, ચૂંટણીઓ આવી જાય, બેરોજગાર યુવાનોની મજબુરીનો નવી સરકાર બનાવવા હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે અને સરકારમાં બેઠેલા લોકો દ્વારા ચૂંટણી પ્રત્‍યે ભરતીઓને મોકુફ રખાવવા માટે  કાયદાકીય અવરોધો ઉભા કરવા ષડયંત્ર રચવામાં આવે તેવું ફલિત થયું છે ત્‍યારે સરકારનું નેતૃત્‍વ કરતાં નિષ્‍ફળ નેતા અને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લાખો

 

Related Stories

error: Content is protected !!