સંસદના શિયાળુ સત્રનો 15મી ડીસેમ્બરથી થશે પ્રારંભ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર બાબતે થઈ રહેલો રાજનૈતિક વિવાદ સમી ગયો છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ બુધવારે પત્રકાર પરિષદમાં માહિતી આપી કે સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 5 જાન્યુઆરી સુધી ચાલશે.

નિયમોનુસાર તારીખની જાહેરાતના 15 દિવસ બાદ સંસદનું સત્ર બોલાવવામાં આવે છે. અત્યાર સુધી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ સત્ર શરૂ થવા બાબતે મોદી સરકાર પર સતત પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે જ પાર્ટીના બીજા મોટા નેતાઓએ મોદી સરકારને નિશાને લીધી હતી અને કહ્યુ હતુ કે, મોદી સરકારમાં સંસદનો સામનો કરવાની હિંમત નથી અને આજ કારણોસર જાણીજોઈને તેઓ સંસદનું શિયાળુ સત્ર પાછુ  ધકેલી રહ્યા છે.

error: Content is protected !!