સુરત એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ્દ કરાતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

સુરત, દેશગુજરાત: મુસાફરોએ સુરત થી જોધપુર પ્રવાસ જવા માટે સ્પાઇસજેટની ટિકિટ બુક કરાવી હતી. જોકે, આ ફ્લાઈટ મોડી હોવાનું કહી એક કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ ફ્લાઈટ રદ્દ કરવામાં આવતા મુસાફરોએ એરપોર્ટ પર જ હોબાળો મચાવ્યો હતો. સુરત-જોધપુર ફ્લાઇટનું સુનિશ્ચિત પ્રસ્થાન સવારે 9:10 વાગ્યેનું હતું. જે માટે મુસાફરો સવારે 6:00 વાગ્યેથી જ એરપોર્ટ પર આવવા લાગ્યા હતા. મુસાફરોને પ્રથમ વાત કરવામાં આવી હતી કે, તેમની ફ્લાઇટ મોડી થઈ ગઈ છે અને તે લગભગ બપોરે રવાના થશે. બાદમાં તેમને જાણ કરવામાં આવી હતી કે ફ્લાઇટ 1:00 વાગ્યે રવાના થશે. જોકે, બપોરે 1:00 વાગ્યાની આસપાસ પ્રસ્થાનની કોઈ તૈયારી ન દેખાતા મુસાફરો દ્વારા પૂછવામાં આવતા મુસાફરોએ  કહેવામાં આવ્યું કે, ફ્લાઇટ બપોરે 3:00 વાગ્યે રવાના થશે.

રીશેડ્યુલની વારંવારની ઘોષણા બાદ છેલ્લે આશરે 5:30 વાગ્યે જણાવવામાં આવ્યું કે, જોધપુર જવા માટેની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. મુસાફરોએ મીડિયાના લોકોને  કહ્યું હતું કે, એરપોર્ટ પરના 12 કલાકના સમય દરમિયાન તેઓ માત્ર પીવાના પાણીની ઓફર કરે છે, તે પણ જ્યારે તેને કહેવામાં આવે ત્યારે.  મુસાફરોએ ફરિયાદ કરી હતી કે, સ્પાઇસજેટના કર્મચારી તરુણે તેમની સાથે ખરાબ (રફ) રીતે વાત કરી હતી.

મુસાફરોએ કહ્યું હતું કે, તેઓએ હજારો રૂપિયાની કિંમતમાં જોધપુરમાં હોટલ બુકિંગ કરાવેલું છે. એક મુસાફરે કહ્યું કે, “અમે જોધપુરમાં ઉમેદ પેલેસ હોટલમાં બુકિંગ કરાવ્યું છે અને મારી 1.5 વર્ષની દીકરી કેરટેકર સાથે મુંબઈથી જોધપુર પહોંચી પણ ગઈ છે. હવે તે ત્યાં છે અને અમે અહીં ભારે ચિંતા કરીએ છીએ.”

error: Content is protected !!