એડ્રેસ પ્રૂફ તરીકે હવે પાસપોર્ટનો ઉપયોગ કરી શકાશે નહીં

નવી દિલ્હી:  વિદેશ મંત્રાલયની જાહેરાત અનુસાર હવે પાસપોર્ટનું છેલ્લું પેજ પ્રિન્ટ કરવામાં આવશે નહીં. ભારતીય પાસપોર્ટના છેલ્લા પાના પર નામ, પિતા અથવા કાનૂની વાલીનું નામ, માતાનું નામ, પત્નીનું નામ અને એડ્રેસ છપાયેલું હોય છે. આ નિર્ણય વિદેશ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની રચેલી ત્રણ સદસ્યની સમિતિના રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે.

શું પાસપોર્ટમાંથી પિતાનું નામ હટાવી શકાય છે? તે અંગે સમિતિએ સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે, સમિતિના રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો છે. નવા વર્ઝનમાં પાસપોર્ટના છેલ્લા પાનાને ખાલી રાખવામાં આવશે. જોકે બધી જ જાણકારી હજુ પણ વિદેશ મંત્રાલયના સિસ્ટમમાં જમા રહેશે એટલે તેનાથી સરકારી સ્તર પર કોઈ ફરક પડશે નહીં. પ્રવકતાએ કહ્યું કે, ઈસીઆર (ઈમિગ્રેશન કનિદૈ લાકિઅ ચેક રિકવાયર્ડ) સ્ટેટસ વાળા પાસપોર્ટ ધારકોને નારંગી રંગના જેકેટ વાળા પાસપોર્ટ જારી કરવામાં આવશે અને નોન ઈસીઆર સ્ટેટસવાળા લોકો માટે નિયમિત વાદળી રંગના પાસપોર્ટ જારી કરવામાં આવશે.

error: Content is protected !!