પીએનબી ફ્રોડ નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ્દ

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ વિદેશ મંત્રાલયે રદ્દ કરી દીધો છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસનો અત્યાર સુધીમાં કોઈ જવાબ આપ્યો નથી.  ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીમાં રૂ. 11300 કરોડનો ગોટાળા કર્યો હોવાનું સામે આવ્યા બાદ સીબીઆઈ, ઇડી સહિતની તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ ચલાવી તેની કરોડો રૂપિયાની સંપત્તી જપ્ત કરી લેવામાં આવી છે. બંને આરોપી વિદેશમાં હોય તેમને વિદેશ મંત્રાલય દ્વારા નોટીસ મોકલવામાં આવી છતાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.  તેથી, વિદેશ મંત્રાલય દ્વારા કડક પગલા લેવામાં છે. બીજી તરફ આરોપી મેહુલ ચોક્સીએ તેમની કંપનીના કર્મચારીઓને પત્ર લખીને નવી નોકરીએ શોધવા માટે કહ્યું છે. મેહુલ ચોક્સીનાં વકીલ સંજય અબોટે દ્વારા રજુ કરાયેલા આ પત્રમાં ચોક્સી  કહ્યું કે, બેંક દ્બારા બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા હિવાથી પગારની ચુકવણી થઇ શકશે નહીં. તેમને પત્રમાં ઉમેયું છે કે, “મેં કંઈ ખોટું કર્યું નથી, મને આશા છે કે આખરે સત્યનો વિજય થશે.”

Related Stories

error: Content is protected !!