પાટીદાર આંદોલનકારી સંસ્થાઓ સમાધાન માટે તૈયારઃ નીતિન પટેલ

ગાંધીનગર, દેશગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, છેલ્લાં કેટલાય સમયથી પાટીદાર સમાજ દ્વારા અનામત અંગે આંદોલન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે પણ વિવિધ તબક્કે માંગણીઓ સ્વીકારી સમાજને ઉપયોગી એવી અનેક બાબતોનો નિર્ણય કર્યો છે.
વિવિધ પાટીદાર સંસ્થા તથા આંદોલનકારી સંસ્થાઓએ રાજ્ય સરકાર સમક્ષ કેટલાંક મુદ્દાઓનો પત્ર મુક્યો છે તેમાં અનામત, પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો તથા શહિદોની મદદ તથા નોકરી માટેની લાગણી જેવા મુદ્દા રજુ કર્યા છે. આ અંગે સૌથી પહેલા રાજ્ય સરકાર તરફથી ચર્ચા કરવામાં આવી હતી. તે ફ્કત સંગઠનો સાથે કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે રાખી યુવકો ચર્ચા કરવા માગે છે ત્યારે યુવકો અને વિવિધ સંસ્થાના આગેવાનો સાથે મળી ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું.

તાજેતરમાં પાટીદાર સમાજની સંસ્‍થાઓ તરફથી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી પાટીદાર સમાજના આગેવાનોએ વિવિધ સેવાકીય સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થાના વડીલો, આગેવાનો, આંદોલનકારી સંસ્થાના પ્રતિનિધિઓ રાજ્ય સરકાર સાથે વાટાધાટ કરી
અને પાટીદાર સમાજની લાગણીઓ, માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરવા માગે છે અને સાથે સાથે સરકાર તરફથી જેટલું પણ યોગ્ય અને વ્‍યાજબી માંગણીઓ પ્રત્‍યે જે નિર્ણય લઇ શકાય પાટીદાર સમાજ સાથે બેસી વધુ સમયથી જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એના યોગ્ય નિરાકરણ કરવા વિવિધ સંગઠનો અને અગ્રણીઓ કમિટીઓ સંમત થઇ છે અને સરકાર સાથે વાટાઘાટો કરી આ આંદોલનનું યોગ્ય નિરાકરણ થાય તેવુ ઇચ્છી રહ્યાં છે. તેમની આ લાગણીઓને ધ્યાનમાં રાખીને મુખ્‍યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને મેં ચર્ચા વિચારણા કરી છે અને નિર્ણય કર્યો છે કે શક્ય તેટલી વહેલી તકે સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે અને સમાજના યુવાનો સરકાર સાથે વાઘાઘાટો કરવા માંગે છે ત્યારે બંને પક્ષે સમયની અનુકૂળતા કરી શક્ય તેટલી વહેલી તકે સમાજના
પ્રશ્નોના નિરાકરણ માટે સમાજના નેતાઓ આગેવાનો અને આંદોલનકારી યુવાનો સાથે ચર્ચા કરીશું. રાજ્ય સરકાર દ્વારા પાટીદાર સમાજ તથા અન્ય સમાજના યુવાનો માટે યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકી છે તેના પગલે પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના યુવાનોને પણ તેના લાભ મળ્યા છે.

આ ઉપરાંત મફત મેડીકલ, શિક્ષણ જેવી યોજના પણ કાર્યાન્વિત કરી અનેક યુવાનોને આવરી લેવાયા છે અને તેનો લાભ પાટીદાર સમાજને પણ મળ્યો છે. સમાજમાં ભૂતકાળમાં પણ સવર્ણ પાટીદાર સમાજ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં હજ્જારો પાટીદારો લાભ લઇ રહ્યા છે.

નીતિન પટેલે ઉમેર્યું હતું કે, જે રજૂઆત આવી છે એમાં ખોડલધામ – શિક્ષણ ઉમિયા માતા ધામ – સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારો – ઉંઝામાં ઉમિયામાતાના સંસ્થાના આગેવાનો, સુરત સંસ્થાના આગેવાનો સાથે યુવાનો ચર્ચા કરવાના હતા, એટલે બંને સંગઠનો જે આંદોલન ચલાવે છે તેમના પ્રતિનિધિઓએ પણ અમારી સાથે ચર્ચા કરી છે અને એમણે સમય માંગ્યો છે. આ નિરાકરણ માટે સમાજના અગ્રણીઓ ઉત્સુક છે તો સામે સરકાર પણ નિરાકરણ માટે ઉત્સુક છે.

error: Content is protected !!