અમદાવાદમાં બિસ્માર રસ્તાને કારણે ઈજાગ્રસ્ત થનારને વળતર ચૂકવો: હાઈકોર્ટ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તાઓના કારણે જો કોઈને ઈજા થઈ હોય તો તેનું વળતર ચૂકવવાનો આદેશ રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી)ને આપ્યો હતો. આ સાથે જ હાઈકોર્ટે આજે (ગુરુવારે) અમદાવાદમાં બિસ્માર રસ્તાના ધીમી ગતિએ ચાલી રહેલા સમારકામ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.  ઉપરાંત  કોર્ટ દ્વારા સુચના આપવામાં આવી છે કે, આ કામગીરી માટે ફરિયાદ નિવારણ સેલની રચના કરવામાં આવે. સરકારના વિવિધ વિભાગોના સહયોગથી એએમસીને રસ્તા અને પાર્કિંગના પ્રશ્નોનો હલ લાવવા ટાસ્ક ફોર્સની રચના કરવાનું પણ જણાવાયું છે. કોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો કે, એેએમસીના બજેટમાં રસ્તાઓના પ્રશ્નો અંગે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદના રસ્તાઓ પર રહેલા સ્પીડબ્રેકર નિશ્ચિત ધારાધોરણો મુજબના છે કે નહીં તેવો પ્રશ્ન પણ કોર્ટે ઉઠાવ્યો હતો.

કોર્ટ દ્વારા શહેરમાં પાર્કિંગની સમસ્યાનું નિવારણ લાવવા માટે સરકાર તેમજ એએમસીને આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં આવેલા મોલ અને હોસ્પિટલોમાં પાર્કિંગની પૂરતી સુવિધા છે અંગે સ્પષ્ટતા કરવા સરકારને કહેવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમનો અમલ ક્યા સુધી પહોંચ્યો છે તેનો અહેવાલ રજૂ કરવાની સૂચના કોર્ટે આપી છે.

error: Content is protected !!