ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, પરંતુ લોકો પૂછે છે ધારાસભ્યો ક્યાં છે: વિજય રૂપાણી

ગાંધીનગર, દેશગુજરાત: ઉત્તર ગુજરાતમાં આવેલા પૂરના એક સપ્તાહ બાદ અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, શાશ્વત પ્રવાસી રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા પરંતુ ગુજરાતના લોકોએ તેમને પૂછે છે કે મુશ્કેલીના સમયે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા ધારાસભ્યો ક્યાં છે૟

ઉલ્લેખનીય છે કે પૂરગ્રસ્ત ધાનેરા સહિત બનાસકાંઠામાંથી ચૂંટાઈને આવેલા કોંગ્રેસના 6 ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી બેંગ્લોર નજીકના વૈભવી રિસોર્ટમાં રોકાયા છે અને મુશ્કેલીના સમયે સાથે ઉભા ન રહેનાર કોંગ્રેસી ધારાસભ્યોને લઈને સ્થાનિક લોકોમાં ગુસ્સો હોવા છતાં તેઓ બેગ્લોરથી પરત ફરી રહ્યા નથી. આ બાબતને લઈને મુખ્યમંત્રીએ આ ટવીટ કરી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ફોટો સેશન કરવાને બદલે રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં યોગ્ય રાહત કાર્ય માટે સમય ફાળવ્યો હોત તો તે વધુ સારું હોત.

નોંધનીય છે કે, પોતાના મતક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર છે પરંતુ ભાજપના ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસથી પૂર અસરગ્રસ્તો સાથે રહીને કાર્ય કરી રહ્યા છે. બનાસકાંઠામાંથી ચૂંટાયેલા શંકર ચૌધરી પૂર આવ્યું ત્યારથી ત્યાં પડાવ નાખ્યો છે. મુખ્યમંત્રીએ પોતે પણ ત્યાં 5 દિવસ રોકાણ કર્યું હતું.

રૂપાણીએ રાહુલ ગાંધીની વારંવારની લાંબી વિદેશ યાત્રા અંગે કહ્યું કે, રાહુલ ગાંધીની નેતૃત્વ શૈલી તેની પાર્ટીમાં અજાયબીઓ સર્જી રહી છે. તેમની પાછળ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પણ હાલ વેકેશન મોડ પર છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતનાં લોકો કોંગ્રેસની યુક્તિને સારી રીતે જાણે છે. તેઓની લોકો વિરોધી અને ગુજરાત વિરોધી માનસિકતા ગુપ્ત રહી નથી.

error: Content is protected !!