કોંગ્રેસ વાતોના વડા કરવામાં એક્સપર્ટ છે: વડાપ્રધાન મોદીએ નેત્રંગમાં સંબોધી જાહેરસભા

 

નેત્રંગ દેશગુજરાત: 6 ડીસેમ્બર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયોજિત ૩ જાહેરસભામાં છેલ્લી સભા નેત્રંગમાં યોજાઈ હતી. ધંધુકા અને દાહોદ બાદ નેત્રંગમાં યોજાયેલી જાહેરસભામાં પણ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

ત્રણ દિવસથી ચાલતું હતું વાવાઝોડું આવે છે … પરંતુ આ ગાંધીનું અને સરદાર પટેલનું ગુજરાત છે. તમે જ કહો આવ્યું ? વાવાઝોડું આવ્યું? ન આવ્યુંને? એવું  આ બધું આવે છે… આવે છે… એવું જ હોય…, આ રીતે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટેગ લાઈન ‘કોંગ્રેસ આવે છે’ને પરોક્ષ રીતે ટાંકીને કટાક્ષ કરો હતો.

કોંગ્રેસ આદિવાસીઓને ભૂલી ગઈ છે, પરંતુ અમારી સરકાર દેશના દરેક રાજ્યમાં આદિવાસીઓનું ભવ્ય મ્યૂઝિયમ બનાવશે. અમારા માટે ગરીબોનો પરસેવો અને મહેનત એ જ અમારી અમીરી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો અને મને ખબર પડી કે ગુજરાતમાં કન્યા કેળવણીની શું દશા છે. ત્યારે સંકલ્પ કર્યો હતો કે હું જાતે ગુજરાતના ગામડાંઓમાં જઇશ, ઘરે-ઘરે જઇશ. મેં એ વખતે કહ્યું હતું કે ગુજરાતનો મુખ્યમંત્રી આપના ઘરે ભિક્ષા માગવા માટે આવ્યો છું. તમે મને વચન આપો કે તમે તમારી દિકરીને ભણાવશો. એ કામની શરૂઆત મે ડેડિયાપાડાથી કરી હતી. એ વખતે આજથી 16 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતમાં 24 કલાક વિજળી નહોતી. ગામડાંમાં વિજળી નહોતી આવી. મે જ્યારે આવવાનું નક્કી કર્યું તો અધિકારીએ કહ્યું ત્યાં રહેવાની વ્યવસ્થા નહીં હોય. તલાટીના દફ્તરમાં સેતરંજી પાથરીને સુઇ જઇશ પણ મારે જવું છે. ત્રણ દિવસ અને ત્રણ રાત કોઇ મુખ્યમંત્રી દેશમાં ક્યાંય બેઠો નહીં હોય હું બેઠો હતો.

આઝાદીના 70 વર્ષ પછી પણ 25 કરોડ કૂંટુબમાં 4 કરોડ કૂંટુબ એવા છે, જેમના વિજળી નથી. આ અમીરો છે કે ગરીબો. મોદી સરકારે સંકલ્પ કર્યો છે. આ ચાર કરોડ કુટુંબોમાં મફતમાં વિજળીનું કનેક્શન આપી દેવામાં આવશે. પહેલાં તમારે વિજળીનું કનેક્શન લેવું હોય તો ગરીબોની સરકાર શું કરતી હતી. તમારા ઘર સુધી થાંભલા, દોરડા, મીટર નાંખવાનો ખર્ચ તમારો. ક્યાંથી ગરીબો વિજળી નંખાવે.

આજે પણ આ દેશમાં 18 હજાર ગામ એવા 18મી સદીની જીંદગી લોકો જીવે. વિજળી નહીં. હવે મને કહોં તમે આટલા વર્ષો સુધી રાજ કર્યું, ગરીબોના નામે રાજ કર્યું. તેમને આ વિચાર કેમ ન આવ્યો. વડાપ્રધાન બન્યા પછી મને અધિકારીઓએ કહ્યું કે આવું કરવા માટે 7 વર્ષ લાગે. મેં લાલ કિલ્લા પરથી જાહેર કર્યું કે મારે 1 હજાર દિવસમાં 18 હજાર ગામોમાં વિજળી પહોંચાડવી છે અને 16 હજાર ગામોમાં પહોંચી ગઇ છે અને હજાર દિવસ પણ નથી થયાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યું બનવાનું છે, જેને જોવા દેશ વિદેશમાંથી લોકો આવશે અને તેનાથી અહીંના વિસ્તારમાં રોજગારી વધશે. અમારા માટે ગરીબોનો પરસેવો અમારા માટે અમીરી છે. મારા દેશના ગરીબોની મહેનત છે. ભારતમાં આ ગરીબોની સરકાર શું કરતી હતી એ કહું. કેટલાક લોકોને પેન્શન મળતું હતું. 7થી 15, 85 રૂપિયા મળતા હતા. આ પેન્શન લેવા જવું તેનું ભાડું કરતા પેન્શન ઓછું હતું. આ સરકારે આવીને ઓછામાં ઓછા 1000 રૂપિયા આપવામાં આવશે તેનો નિર્ણય લીધો.

આ કોંગ્રેસના વાતોના વડા કરવામાં એક્સપર્ટ છે. તેઓ આરામથી જુઠું બોલે. વામન ભગવાને ત્રણ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી હતી. હમણા એક એવા નેતા ફરે છે, તેમણે એવું કહ્યું કે, મોદીએ એક ઉદ્યોગપતિને આટલી જમીન આપી દીધી. એ આકંડો બોલ્યા છે. તે ત્રણ પૃથ્વી ભેગી કરીએ એટલો થાય. જેમણે પ્રાથમિક નોલેજ નથી. હવે એમણે આપણે શું કહેવું? રડવું કે હસવું ખબર નથી પડતી?

error: Content is protected !!