Live: વડાપ્રધાન મોદીની સુરતમાં જાહેરસભા, મોદી મોદીના લાગ્યા નારા

સુરત, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા સંબોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સુરતમાં બુધવારે સભા સંબોધવાના અહાતા પરંતુ ઓખી વાવાઝોડાની આગાહીને લઈને સભા રદ કરાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર શનિવારે યોજાવાનું હોય આજે (ગુરુવારે) પ્રચાર માટે છેલ્લો દિવસ છે.

સભામાં મોદીએ કહ્યું,

સુરત અમારું લહેરી લાલાઓનુ્ં ગામ, વર્કિંગ ડે,રોજગાર,નોકરી-ધંધાનો ચાલુ દિવસ અને બપોરનો સમય,છતાંય આ માનવ મહેરામણ… આ બતાવે છે કે 18મી તારીખે પરિણામ શું આવવાનું છે,અને 4 દિવસથી ચાલતું હતું ઓખી આવે છે.. આવે છે.. આવે છે.આવ્યું? આ બધું આવે છે આવે છેનું એવું જ હોય છે, કશું આવે નહીં.

એરપોર્ટથી અહીં આવતા સમગ્ર માર્ગ પર એક બીજો રોડ શો થઇ ગયો, એટલી મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉભા રહ્યા હતા અને આશિર્વાદ આપી રહ્યા હતા, અને અહીં વિશાળ જનસાગર પણ આશિર્વાદ આપવા પધાર્યો છે એ બદલ આપ સૌનો અાભાર.

સમગ્ર દેશમાં વિકાસના મુદ્દા પર જ્યારે જ્યારે ચર્ચા નીકળે, ગુજરાતે જે પ્રગતિ કરી છે એની ચર્ચા અવશ્ય થાય. આ દેશમાં બધાંએ એક વાત સ્વીકારી લીધી હતી કે વિકાસની વાત કરવી હોય તો ગુજરાત અહીં ઉભું છે એની તુલનામાં કયું રાજ્ય ક્યાં ઉભું છે એ ચર્ચા થાય.

માનો કે કોઇ બાબતમાં ગુજરાત પાછળ હોય તો પણ ચર્ચા એ જ થાય, અરે ગુજરાત પણ આમાં પાછળ છે?એનો અર્થ એ થાય કે આ દેશમાં આગળ હોવું, વધારે સારું હોવું, વધારે સારું કરવું એનો માપદંડ ગુજરાત બની ગયું અને એના કારણે વિકાસની આ વાતને કારણે આજે ગુજરાત આ પ્રગતિની ઉંચાઇ પર પહોંચ્યું છે

વડાપ્રધાન મોદીએ સુરતમાં ભાજપના કાશીરામ રાણા મેયર બન્યા તે પહેલાનું સુરત અને હાલના સુરતની સરખામણી કરવાનું કહ્યું હતું. આ સાથે જ તેમને કહ્યું કે સુરત ચળકે છે. તેના હીરો ચાલકે છે એટલું જ નહીં…તેનો ટેક્ષટાઇલ ઉદ્યોગ ચાલકે છે એટલું જ નહીં… પરંતુ વિશ્વમાં આખું સુરત ચળકે છે.

સુરતના એરપોર્ટ માટે ખુબ લડતો ચાલી… કોને આપ્યું એરપોર્ટ? વડાપ્રધાને કહ્યું, મને ખબર છે કે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈએ છે…. એ કોણ આપી શકે? આ કોંગ્રેસ આપી શકે? તમે જ કહો કોણ આપી શકે? વડાપ્રધાન મોદીએ આ સવાલ પૂછતાં જ સભામાં ઉમટેલી મેદનીએ મોદી મોદીના નારા લગાવવાનું શરુ કરી દીધું હતું.

ભાજપ સરકાર દ્વારા 12.25 લાખ ટ્રાન્સફોર્મર્સ ઊભાં કરવામાં આવ્યા હતા. 50 વર્ષમાં માત્ર 700 પેટા સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી હતી, ભાજપ સરકારે તેના નિયમોમાં 1700 પેટા સ્ટેશનોની સ્થાપના કરી હતી અને આ મુદ્દો અથવા અનિયમિત વીજ પુરવઠો ઉકેલી દીધો હતો.

કોંગ્રેસનું કામ કરવાનું કલ્ચર કેવું?બધું પહેલાં પોતાનું પૂરું કરવાનું.ભાઇ, દીકરો,દીકરી,જમઇ.વર મરો,કન્યા મરો પણ કોંગ્રેસનું તરભરણું ભરો.જ્યાં સુધી એમનું ન થાય ત્યાં સુધી કામ આગળ વધે જ નહીં. કોંગ્રેસની બધી જ સરકારો,રાજ્યની,કેન્દ્રની કે મ્યુનિ.ની… આ તેમની ગળથૂથીમાં છે

કોંગ્રેસનું કામ છે, અટકાના, લટકાના અને ભટકાના. કોઈપણ કામ હાથમાં લઈને રાખી મુકે, મોડું કરે અને પછી તેને ડાયવર્ટ કરી દે છે. વડાપ્રધાન મોદીએ આ અંગેના જોડાણમાં આંબેડકર ભવન, જીએસટી, નર્મદા પ્રોજેક્ટનું ઉદાહરણ આપ્યું.

તેઓએ મને નીચ કહ્યો. હા, હું ગરીબ પરિવાર અને ગરીબ સમાજમાંથી આવું છું. ગરીબ, દલિતો, આદિવાસીઓ અને અન્ય સમુદાયો માટે કામ કરવા માટે મારા જીવનની દરેક ક્ષણ ખર્ચી નાખીશ. તેઓને તેવી ભાષા વાપરવા દો. આપને આપનું કામ કરીએ.

તમે દરેકે મને મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જોયો છે. મેં ક્યારેય કોઈનું માથું જુકી જાય તેવું કામ કર્યું છે? ક્યારેય કોઈ શરમજનક કામ કર્યું છે? તો પછી તેઓ મને શા માટે ‘નીચ’ કહી રહ્યા છે?

આજે કોંગ્રેસના એક જવાબદાર નેતા મણિશંકર ઐયરે નિવેદન કર્યું કે, આ મોદી તો નીચ જાતિનો છે. આ અપમાન ગુજરાતનું છે કે નહિ? આ અપમાન ભારતની મહાન પરંપરાનુ છે. આ તો મોગલાઈ માનસિકતા છે, જ્યાં ઊંચનીચના સંસ્કાર તમે દેશમાં નાખ્યા. એ સંસ્કાર એવા હતા કે, ગામડામાં પણ લોકો સારા કપડા પહેરીને નીકળે તો મોગલાઈ સંસ્કારવાળાને સહન નહોતા થતા. તેમને તકલીફ પડે. તમે અમને ગધેડા, ગંદી નાળીના કીડા કહ્યા, તમે અમને નીચ કહ્યા, પણ અમે અમારા સંસ્કાર અનુસાર જ જીવવા ટેવાયા છીએ. 18 તારીખે મતપેટી બતાવશે કે ગુજરાતના સંતાનને આ પ્રકારની ભાષા બતાવે, તેનો બદલો ગુજરાત કેવી રીતે લે છે.

મોદીએ કહ્યું કે, મને 14 વર્ષ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જોયો છે, તેવું કોઈ પણ કામ મેં કર્યું છે કે દેશના નાગરિકને નીચું જોવું પડે ? કોઈ નીચ કામ મેં કર્યું છે? ચૂંટણી પરાજય સામે હોવાથી કોંગ્રેસના નેતા માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. મને દુખ નથી, કારણ કે, હું સમાજમાં સૌથી છેવાડે બેસેલા માટે જિંદગી ખપાવું છે. આ તમને નીચાજોવુ લાગતું હોય તો તમારી વાતો તમને મુબારક, અને મને મારું બેકગ્રાઉન્ડ મુબારક.

હું હાથ જોડીને વિનંતી કરું છું કે, જેમણે મારા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે, તેમની વિરુદ્ધમાં કોઈ પણ એકપણ શબ્દ બોલે નહિ. ટ્વિટર પર પણ વિરુદ્ધ ન બોલે. તેમણે જે કર્યું તે તેમને મુબારક. તમારા દિલમાં આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તો કમળના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરવાનું છે. મને ભલે નીચ જાતિનો કહ્યો, પણ મારી તમને વિનંતી છે કે, કોઈ મર્યાદા ગુમાવે નહિ, અપશબ્દો બોલે નહિ, જાહેર જીવનનું માનમર્યાદા ભાજપના સંસ્કારો છે તે બતાવો. આ પ્રકારના લોકોને પાઠ ભણાવવાનો ઉત્તમ રસ્તો મતપેટી છે.

ગુજરાતે ઘણા અપમાન સહન કર્યા છે. 14 વર્ષના ગાળામાં અનેક અપમાન સહન કર્યા. મને મોતના સૌદાગર કહ્યાં, જેલમાં પૂરવાના ષડયંત્રો કર્યા. હું ત્રણ વર્ષથી બેસ્યો છું, પણ બદલાની ભાવનાથી એક પણ પગલુ લીધું નથી. એ અમારો માર્ગ નથી. અમે જાહેર જીવનના મૂલ્ય માટે કામ કરવાના છીએ.

error: Content is protected !!