વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ પહોંચ્યા ત્યાં તેમણે આર્મ ફોર્સ ફ્લેગ ડે નિમિત્તે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું. વડાપ્રધાન  મોદીએ દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના ઉદ્દઘાટન વખતે કહ્યું કે વર્તમાન સરકારની યોજનામાં મોડું થાય તો તેને બેદરકારી માનવામાં આવે છે. આ સેન્ટરને બનાવવાનો નિર્ણય 1992માં લેવામાં આવ્યો હતો. પરંતુ 23 વર્ષ સુધી કંઈ થયુ નહીં.

જે રાજકીય દળ ડૉ. બાબાસાહેલ આંબેડકરનું નામ લઈને મત માંગે છે. તેમને તો કદાચ આ વાતની જાણ નહીં હોય પરંતુ તેમને આજકાલ બાબાસાહેબ નહીં પરંતુ બાબા ભોલે વધારે યાદ આવે છે. (ગુજરાતમાં છૂટની પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સોમનાથ મંદિર તેમજ વિવિધ દેવ સ્થાનોની મુલાકાતને લઈને વડાપ્રધાન મોદીએ કટાક્ષ કર્યો  અને કહ્યું કે, તેઓને બાબા ભોલે વધારે યાદ આવે છે.)

દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સશસ્ત્ર દળ ધ્વજ દિવસના પ્રસંગે કેન્દ્રીય સૈનિક બોર્ડના અધિકારીઓને મળ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અત્યંત મહત્વનું છે, તેમની ભૂમિકાને નબળા બનાવવાના પ્રયાસો થયા છે, પરંતુ આવા પ્રયત્નો અસફળ રહ્યા છે.

error: Content is protected !!