વડાપ્રધાન મોદી 21 અને 22 જુલાઇએ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા

ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21 અને 22 જુલાઇએ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેઓ પંડિત ફોરેન્સિક યુનિવર્સિટી અને દિનદયાળ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ રાજકોટમાં પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાન મોદી આ દરમિયાન ગુજરાત ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13મી જુલાઈથી બે દિવસીય ગુજરાતની મુલાકાત આવશે. જેઓ જગન્નાથજીની રથયાત્રાની મંગલા આરતી કરશે. જે બાદ કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ માર્લામેન્ટનું ઉદ્દઘાટન કરશે, જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રી હાજર રહેશે.

error: Content is protected !!