વાંચે ગુજરાત યાદ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં વાંચન દિવસ ઉજવશે

કોચી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવ્યાપી પી એન પનીકર મેમોરીયલ રીડીંગ ડે સેલિબ્રેશન્સનું આવતીકાલે કોચીમાં આવેલી સેન્ટ ટેરેસા કોલેજ ખાતે ઉદ્ઘાટન કરશે.

આ ઉત્સવ 19 જુનથી 18 જુલાઈ એમ સળંગ એક મહિનો ચાલશે. અગાઉ આ ઉત્સવ કેરળ પુરતો જ મર્યાદિત હતો પરંતુ આ વર્ષથી તેને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં આવ્યો છે. પી એન પનીકર ખુબ જાણીતા શિક્ષણવીદ હતા અને તેમના સન્માનમાં કેરળમાં દર વર્ષે આ ઉત્સવ મનાવવામાં આવે છે.

નરેન્દ્ર મોદી પોતાની કોચી યાત્રા દરમિયાન કોચી મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરશે અને રીડીંગ સેલિબ્રેશનનું ઉદ્ઘાટન તેઓ બપોરે 12.15 કલાકે કરશે એમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રીડીંગ ડે સેલિબ્રેશન્સ પનીકર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને તેનો હેતુ ડીજીટલ રીડીંગ નો છે એમ ફાઉન્ડેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!