ઇઝરાયેલમાં વડાપ્રધાન મોદીની મુલાકાતના બીજા દિવસના કાર્યક્રમોની વિગતો

તેલ અવીવ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે પ્રવાસના બીજા દિવસે એટલેકે આજે બુધવારે મોદીએ જેરુસલેમમાં ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રુવેન રિવલિન સાથે 10:30 વાગ્યે (ભારતના સમય પ્રમાણે બપોરે 12 વાગ્યે) મુલાકાત કરી હતી. આ મુલાકાત 1 કલાક સુધી ચાલી હતી, જેમાં વિવિધ મુદ્દા અંગે ચર્ચા થઇ હતી.

આ પછી ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે અડધો કલાકની બેઠક યોજી છે. ત્યાર બાદ સ્થાનિક સમય પ્રમાણે 12 વાગ્યે(ભારતમાં બપોરના દોઢ વાગ્યે) બપોરના ભોજન માટે વિરામ લેવામાં આવશે. વિરામ બાદ બંને નેતાઓ કરારોનું વિનિમય સંભાળશે અને બપોરે 2 વાગ્યે પ્રેસને સંબોધશે.

સાંજે 4:30 વાગ્યે જેરુસલેમમાં આવેલી કિંગ ડેવિડ હોટેલ ખાતે વિરોધપક્ષના નેતા આઇઝેક હર્ઝૉગ સાથે મોદી બેઠક કરશે. આ તે જ હોટલ છે જ્યાં વડાપ્રધાન મોદી રોકાયા છે.

સાંજે 5 કલાકે PM મોદી ભારતીય સમુદાયના સભ્યોને મળશે અને ત્યાર પછી ઇઝરાયેલ મ્યુઝીયમ( કોચીન સીનાગોગ)ની મુલાકાત લેશે જેમાં નેતનયાહૂ પણ તેમની સાથે રહેશે.

સાંજે 7:45 થી 9 વાગ્યા સુધી તેલ અવિવ કન્વેન્શન સેન્ટરમાં મોદી વિવિધ બેઠકો કરશે. જેમાં તેઓ સૌપ્રથમ યહુદી સમુદાયના આગેવાનોને મળશે ત્યાર બાદ ગુજરાતના હીરા વેપારીઓ સાથે મુલાકાત કરશે.મોદી મોશે હોલ્ટઝબર્ગ સાથે પણ વાત કરશે. જેના માતાપિતા 26 નવેમ્બર,2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં ચાબાર્ડ હાઉસ ખાતે માર્યા ગયા હતા.

આ સાથે કન્વેન્શન સેન્ટરના પેવેલિયન 2 ખાતે ઇઝરાયેલમાં ભારતીય સમુદાય દ્વારા PM મોદી માટે સ્વાગત સમારોહનો કાર્યક્રમ પણ રખાયો છે જેમાં આઠ હજારથી વધુ બિનનિવાસી ભારતીયો અને અન્યો જોડાશે. મોટાભાગની બેઠકો દરમિયાન વડાપ્રધાન નેતાન્યાહુ PM મોદીની સાથે રહેશે.

Related Stories

error: Content is protected !!