‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કરી દેશની દીકરીઓની વાત, કહ્યું- આજની નારી સૌકોઈને પ્રેરિત કરે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 જાન્યુઆરી રવિવારે રેડિયોના માધ્યમે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું.  મન કી બાત કાર્યક્રમની 40મી શ્રેણીમાં વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નવા વર્ષની આ પહેલી મનની વાત છે  અને બે દિવસ પૂર્વે જ આપણે ગણતંત્ર પર્વને ખુબ જ ઉત્સાહથી ઉજવ્યો અને ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે 10 દેશોના ટોચના નેતાઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ફ્રેબ્રુઆરીના રોજ કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. આજે આપણે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની વાતો કરીએ છીએ પરંતુ સદીઓ પહેલા આપણા શાસ્ત્રોમાં સ્કન્દ પુરાણમાં કહેવાયું છે. એક બેટી દસ બેટાઓ બરાબર છે. દસ બેટાઓથી જેટલુ પુણ્ય મળશે તેટલું એક બેટીથી મળશે. પીએમ મોદીએ પ્રકાશ ત્રિપાઠીના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે,  આજે નારી દરેક ક્ષેત્રમાં આગળ તો વધી જ રહી છે પરંતુ આપણને પ્રેરિત પણ કરતી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, મહિલાઓ ભાવના કંઠ, મોહના સિંહ અને અવની ચતુર્વેદી ફાઈટર પાઈલટ્સ બની છે. અને સુખોઈ 30માં તાલિમ લઈ રહી છે. દરેક ક્ષેત્રમાં આપણી નારી શક્તિઓએ સમાજની રૂઢિચુસ્તતાને તોડીને અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી. એક કિર્તિમાન સ્થાપિત કર્યો. હાલના દિવસોમાં રાષ્ટ્રપતિએ એક નવી પહેલ કરી છે. રાષ્ટ્રપતિએ તે મહિલાઓની મુલાકાત કરી જેઓએ પોત પોતાના ક્ષેત્રોમાં પહેલ કરવાનું કામ કર્યું છે. જેમ કે પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પહેલી પેસેન્જર ટ્રેન ડ્રાઈવર, પહેલી ફાયર ફાઈટર, પહેલી મહિલા બસ કન્ડક્ટર ઉપરાંત એન્ટાર્કટિકા અને માઉન્ટ એવરેસ્ટ પર જનારી મહિલાઓ પણ સામેલ હતી.

વધુમાં કહ્યું કે, મુંબઈનું માટુંગા રેલ્વે સ્ટેશન ભારતનું પહેલુ એવું સ્ટેશન છે જ્યાં તમામ મહિલા કર્માચારીઓ છે. છત્તીસગઢનો દાંતેવાડા વિસ્તાર કે જે માઓવાદી પ્રભાવિત છે. હિંસા, અત્યાચાર, બોમ્બ, બંદૂકો, પિસ્તોલ માઓવાદીઓએ એક ભયનું વાતાવરણ પેદા કર્યું છે. આવા ખતરનાક વિસ્તારમાં આદિવાસી મહિલાઓ ઈ-રિક્ષા ચલાવીને આત્મનિર્ભર બની રહી છે.

error: Content is protected !!