વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધંધુકામાં ભાજપ પ્રચારની જાહેરસભા

ધંધુકા, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ધોળકાના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય મંત્રીઓની હાજરીમાં ભાજપના પ્રચાર રેલીને સંબોધિત કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ સભામાં કહ્યું,

ખેડૂતની જિંદગી બદલે તે માટે મે કામ ઉપાડ્યું છે. તેનો લાભ આવનારા દિવસોમાં મળશે. હું ગુજરાતમાં હતો ત્યારે ગામડે ગામડે ફરતો હતો કેમ કે, કોંગ્રેસના સમયમાં શિક્ષણની દીકરીઓ માટે કોઈ વ્યવસ્થા ન હતી. અમારા પરિણામે દીકરીઓને શિક્ષણ મળ્યું. આજે હિન્દુસ્તાનમાં દીકરીઓનો દિવસ આવ્યો છે.

આજે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 18 હજાર કરોડ રૂપિયા દીકરીઓના નામે જમા કરાવ્યા છે. ટીકાકરણ, રસીઓ મૂકાવવાનીનું કામ ઉપાડ્યું. એક મિશન ઈન્દ્રધનુષ યોજના લાવ્યા. સર્ગભા માતા, બાળકોને શોધીને ટીકા અપાવ્યા. અઢી કરોડથી વધુ બાળકો અને 70 લાખથી વધુ બાળકોને શોધીને તેમનું ટીકાકરણ કરાવ્યુ. આ કામ ભાજપે સામાન્ય માનવી માટે કર્યું છે.

કોંગ્રેસની સરકારમાં દેશમાં 30 કરોડ લોકો એવા હતા જેમનું બેંકમાં ખાતુ ન હતું. ગરીબોના ખાતા ન હતા. ભાજપ સરકારે 30 કરોડ ગરીબોના ખાતા ખૂલ્યા. હવે કહો કે, એ અમીરોનું કામ છે કે, ગરીબોનું. આ દેશના ગરીબોએ લગભગ 70 હજાર કરોડ રૂપિયા તેની બચત કરીને ખાતામાં રૂપિયા જમા કર્યા છે. ગરીબના ઘરમાં રૂપિયા બચે તેનાથી મોટી ગરીબની સેવા કઈ હોય. અમે વિકાસને વળેલા લોકો છીએ.

ધોલેરાનું નામ મોદી મુખ્યમંત્રી બનતા પહેલા આવ્યું. હું જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે ભારત સરકારને છાશવારે કહેતો કે, ધોલેરા દુનિયાનું સૌથી જૂનું બંદર છે. તેનો વિકાસ કરાવો. આ બંદર પર એક સમયે 84 દેશોના વાવટા ફરતા હતા. આ જાહોજલાલી ફરી આવે તે મારું સપનું છે. હિન્દુસ્તાનનું મોટુ વહાણવટાનું મ્યૂઝિયમ બનાવવું, લોકોને રોજીરોટી મળે તે કામ અમે માથે લીધું છે.

આજે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. આજે સવારે સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપીને ગુજરાત આવવા નીકળ્યો. સૌથી પહેલા ધંધુકામાં તમારો આર્શીવાદ પ્રાપ્ત કરવાનો મોકો મળયો. ઠંડીનો ચમકારો, પવન સુસવાટા મારતો હોય છતા આટલી મોટી મેદની આવી હોય.

આ તો ગાંધીની ધરતી છે, ગમે તેવા તોફાન હોય ઠંડા પડી જાય

 

error: Content is protected !!