એસસીઓ સમિટ: વડાપ્રધાન મોદીએ રજૂ કર્યો SECURE મંત્ર

ચીન:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  (રવિવારે) શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટના બીજા દિવસે વેલકમ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. એસસીઓના તમામ 8 સભ્ય દેશના નેતાઓએ સામૂહિક ફોટો સેશનમાં ભાગ લીધો હતો. જે પછી સભ્ય દેશોને સંબોધતા વડાપ્રધાન મોદીએ પ્લેનરી સેશનમાં કહ્યું કે, ભારતમાં માત્ર 6% પર્યટક જ એસસીઓ દેશમાંથી આવે છે, તેને વધારી શકાય છે. આ તબક્કે તમામ નેતા સાથે સમજૂતી કરવામાં આવશે। જે બાદ જોઈન્ટ પત્રકાર પરિષદ પણ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પડોશીઓ  (દેશ) સાથે કનેક્ટિવિટી પર ભારત જોર આપી રહ્યું છે, પરંતુ સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સુરક્ષા માટે 6 પગલાં ઉઠાવવા જરૂરી હોવાનું જણાવી SECURE (સિક્યોર)નો મંત્ર આપ્યો હતો. જેમાં તેમણે S(એસ) ફોર સિક્યોરિટી ઓફ સિટિઝન્સ, E (ઈ) ફોર ઇકોનોમિક ડેવલોપમેન્ટ, C (સી) ફોર કનેક્ટિવિટી ઈન ધ રીજન, U (યુ) ફોર યુનિટી, R (આર) ફોર રેસ્પેક્ટ સોવરિનિટી એન્ડ ઇન્ટિગ્રિટી, E (ઈ) ફોર ઇન્વાઇમેન્ટ પ્રોટેકશનનો અર્થ સૂચવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ચીન પર પ્રહાર કરતા કહ્યું કે, એસસીઓના રાષ્ટ્રો વચ્ચે ભૌગોલિક કનેક્શન કરતાં નાગરિકોના કનેક્શન પર ભાર મુકવાની જરૂર છે.

ભારતમાં વિદેશી પર્યટકો અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું, ” ભારત આવતાં પર્યટકોમાં એસસીઓ દેશો માત્ર 6% જ છે. અમારી સંસ્કૃતિઓના પ્રત્યે જાગરૂકતા વધારીને આ સંખ્યા બમણી કરી શકાય છે.” તેમણે ઉમેર્યું કે, “અમે ભારતમાં એસસીઓનું એક ફુડ ફેસ્ટિવલ અને બુદ્ધ ફેસ્ટિવલ આયોજિત કરીશું.”

મોદીએ વધુમાં કહ્યું કે, “ભારત કોઇ પણ એવા પ્રોજેક્ટને આવકારશે જેમાં સભ્ય દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સમ્માન કરતાં હશે.

error: Content is protected !!