6,8 અને 9 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપની 12 રેલી સંબોધશે

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6,8 અને 9 ડિસેમ્બરે 7  રેલી સંબોધશે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોમાં યોજાનાર મતદાનના પ્રથમ તબક્કા માટે 6 ડીસેમ્બર પ્રચારનો છેલ્લો દિવસ છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. વડાપ્રધાન મોદી 9 ડિસેમ્બરે જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યોજાનાર બીજા તબક્કાના મતદાન ક્ષેત્રોમાં પ્રચાર કરશે.

ઉપલબ્ધ શેડ્યૂલ અનુસાર, 9 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપ પ્રચારની 28 રેલીઓ પૂર્ણ કરશે. વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત પ્રવાસનો આગળનો કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે. બીજા તબક્કાના મતદાન વિસ્તાર માટે 11 થી 12 ડિસેમ્બરના રોજ કાર્યક્રમનું આયોજન હોઇ શકે છે. બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાશે.

વડાપ્રધાન મોદીની પ્રચાર રેલીનું શેડ્યુલ

6 ડીસેમ્બર

ધંધુકામાં સવારે 9:30 વાગ્યે

દાહોદમાં બપોરે 12:૦૦ વાગ્યે

નેત્રંગમાં બપોરે 2:૦૦ વાગ્યે

સુરતમાં સાંજે 6:૦૦ વાગ્યે

8 ડીસેમ્બર

ભાભર – સવારે 11:૦૦ વાગ્યે

કલોલ – બપોરે 12:30 વાગ્યે

હિંમતનગર – 2:30 વાગ્યે

વાવ – સાંજે 4:૦૦ વાગ્યે

9 ડિસેમ્બરે

લુણાવાડા – સવારે 9:30 વાગ્યે

બોડેલી – સવારે 11:૦૦ વાગ્યે

આણંદ – બપોરે 12:૦૦ વાગ્યે

મહેસાણા – બપોરે 03:૦૦  વાગ્યે

error: Content is protected !!