પીએનબી કૌભાંડ: ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસીડેન્ટની સીબીઆઈએ કરી અટકાયત

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસીડેન્ટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી હતી. બેંગકોકથી પાછા ફરતા વિપુલની એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. 12,672 કરોડના કૌભાંડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે.

14 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇ પહેલી એફઆઇઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધાવી હતી. મોદી, તેનો પરિવાર અને ચોક્સીએ જાન્યુઆરીમાં જ દેશ છોડીને વિદેશની વાટ પકડી લીધી હતી. 15 ફેબ્રુઆરીના રોજ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધાવી. તેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી. સીબીઆઇએ આ કેસને લઈને અત્યાર સુધીમાં દેશમાં અલગ અલગ સ્થળો પર 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 18 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પકડથી દૂર મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે.

 સીબીઆઇએ સોમવારે બેંકના જનરલ મેનેજર (ટ્રેઝરી) એસ.કે. ચંદની પૂછપરછ કરી હતી. ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત 6 આરોપી સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીના કાકાના દીકરા છે.

Related Stories

error: Content is protected !!